તેલ કંપનીઓએ આજે વિમાની ઇંધણના ભાવમાં પ્રતિકિલો લીટર રૂા.6188.25નો વધારો જાહેર કર્યો છે.ચાલુ વર્ષમાં વિમાની ઇંધણમાં આ દસમો ભાવવધારો કરવામાં આવ્યો છે. વિમાની ઇંધણના ભાવમાં 5.3 ટકાના વધારાથી આ ભાવ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. વિશ્ર્વ સ્તરે ભાવવધારાની અસરે ઘરઆંગણે વિમાની ઇંધણ મોંઘુ કરવામાં આવ્યાનું સુત્રોએ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
વિમાની ઇંધણના ભાવમાં ફરી વખત 5.29 ટકાનો ધરખમ વધારો થતાં હવાઈ યાત્રા મોંઘી બનવાના ભણકારા છે. પ્રતિ કિલો લીટર 6188.25ના ભાવવધારાને પગલે હવે નવો ભાવ 1,23,039.71 થવા જાય છે.જો કે વેટ દર આધારિત રાજ્યવાર ભાવો અલગ-અલગ હોય છે. આ પૂર્વે ગત માર્ચ મહિનામાં 18.3 ટકાનો સૌથી મોટો ભાવવધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એપ્રિલના પ્રારંભે 2 ટકાનો ભાવવધારો ઝીંકાયો હતો.
Read About Weather here
16 એપ્રિલ તથા 1લી મેના રોજ પણ વિમાની ઇંધણના ભાવ વધારવામાં આવ્યા હતા. જો કે 1લી જૂનના રોજ મામુલી ઘટાડો કરાયો હતો.વિમાની ઇંધણ મોંઘુ થવાના પગલે આવતા દિવસોમાં એરલાઇન્સ કંપનીઓ હવાઈ ભાડામાં વધારો કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.એરલાઇન્સ સંચાલકોએ તાજેતરમાં જ એવું જાહેર કર્યું હતું કે વર્તમાન હવાઈ ભાડા પોષાય તેમ નથી અને નવા ભાવવધારાનો બોજ વિમાની પ્રવાસીઓ પર લાદવો પડશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here