રાજકોટની જાણીતી શૈક્ષણિક સંસ્થા જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા તાજેતરમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ધોરણ 10 બાદ પ્રવાહની પસંદગી અંગેના માર્ગદર્શન સેમિનારમાં વિવિધ ક્ષેત્રના નામાંકિત નિષ્ણાંતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સેમિનારનો લાભ બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ લીધો અને કારકિર્દી અંગે મુંજવતા પ્રશ્ર્નોના સમાધાન મેળવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ સેમિનારમાં ઉપસ્થિત મહાનુભાવોમાં પી.જી.વી.સી.એલ.ના જોઇન્ટ એમડી પ્રીતિ શર્માએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, તમારા નિર્ધારીત લક્ષ્યો સાથે જોડાયેલા રહેશો તો જીવનમાં ક્યારેય પ્લાન ‘બી’ની જરૂર પડશે નહીં. આ ઉપરાંત તેણીએ ત્રણ ‘ડિ’ એટલે કે ડિસિપ્લીન, ડેડિકેશન અને ડિટરમિનેશનને અનુસરીને સિધ્ધી કેવી રીતે કરી શકાય તે વિશે જણાવ્યું હતું. આ પ્રસંગે જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતાએ જણાવ્યું કે આજના સમયમાં કારકિર્દી પસંદ કરવા માટે વિશાળ ફલક ઉપલબ્ધ છે પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓ તેનાથી માહિતગાર નથી.
Read About Weather here
જો આ માટે શાળાકક્ષાએ જ કાઉન્સેલિંગ સેન્ટર ઉભા કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પ્રવાહની પસંદગી માટે વધુ સ્પષ્ટ શકે છે તથા જીવનમાં લક્ષને સેટ કરવામાં અને પાર પાડવામાં સફળ બની શકે છે, તેવો અભિપ્રાય તેમણે આપ્યો હતો.આ સેમિનારની સફળતા માટે સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા, સીઇઓ ડિમ્પલબેન મહેતા, જીનિયસ સ્કૂલના વાઈસ પ્રિન્સિપાલ કાજલ શુકલ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલના વાઈસ પ્રિન્સિપાલ ચાર્મી જસાણીના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલ અને ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here