વિદ્યાર્થીઓની ફરિયાદ…હવે યાદ રહેતુ નથી…!

વિદ્યાર્થીઓની ફરિયાદ...હવે યાદ રહેતુ નથી...!
વિદ્યાર્થીઓની ફરિયાદ...હવે યાદ રહેતુ નથી...!
ગણતરીના દિવસો બાકી રહ્યાં હોઈ હવે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં પૂરજોશથી જોતરાઈ ગયા છે. માર્ચ મહિનાના છેલ્લા વીકમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષાને આડે હવે દોઢ મહિના જેટલો સમયગાળો બાકી રહ્યો છે.  પરંતુ વિતેલાં બે વર્ષ દરમિયાન સતત કોરોનાનો માહોલ જળવાઈ રહેતાં કેટાલાંક વિદ્યાર્થીઓ તાણ અનુભવી રહ્યા છે, તો કેટલાંક વિદ્યાર્થીઓ યાદ રહેતુ નથી, ચિત્ત્।ની એકાગ્રતા જાળવવી મૂશ્કેલ બન્યું હોવા અંગેની મૂશ્કેલીઓ સંદર્ભે બોર્ડના કાઉન્સિલરોનો સંપર્ક કરી તેમની પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

દરમિયાન આ સમગ્ર પરિસ્થિતિ વર્ણવતાં માધ્યમિક શિક્ષણ બોર્ડના કાઉન્સિલર બી એફ રાઠોડે જણાવ્યું હતુ કે, દરરોજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોબાઈલ ઉપર સંપર્ક કરી પરીક્ષાની પૂર્વ તૈયારીઓ સમયે તેમને કનડતાં વિવિધ પ્રશ્નો સંદર્ભે માર્ગદર્શન મેળવી રહ્યાં છે. વિદ્યાર્થીઓને કનડતાં પ્રશ્નોમાં વધુ માર્કસ લાવવાની ભારે તાણ અનુભવી રહ્યા હોય અને તેના કારણે હતાશા – નિરાશા અનુભવવા અંગેની ફરીયાદો કરતાં હોય છે.

વાંચેલું યાદ રહેતું નથી, યાદ રાખેલું બધું ભેળસેળ થઈ જાય છે. આમ ઉંઘ નથી આવતી, પુસ્તક હાથમાં લેતાં જ ઝોંકા આવવા લાગે છે. ઓછા માર્ક કે ટકા આવશે તો સારા કોર્સ કે સારી કોલેજમાં પ્રવેશ નહીં મળે તેની સતત ચિંતા વિદ્યાર્થીઓને સતાવવા જેવા પ્રશ્નો કેન્દ્રસ્થાને છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૨૮મી માર્ચના સોમવારથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સ તથા કોમર્સની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું છે.

Read About Weather here

સામાન્ય સંજોગોમાં આ એકઝામ માર્ચ મહિનાના પહેલાં કે બીજા વીકમાં યોજાતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના સામે જંગ લડવાના ભાગરૂપે ૧૫થી ૧૮ વર્ષની વયજૂથના તરૂણોના રસીકરણ માટે અપવાદરૂપ સંજોગોમાં આ વર્ષે બોર્ડની પરીક્ષાની તારીખ એક પખવાડીયું જેટલી પાછી ઠેલાઈ છે. ગત માર્ચ – ૨૧માં કોરોનાના કહેરને કારણે શિક્ષણ બોર્ડે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ફરજ પડી હતી. આ વર્ષ હવે પરીક્ષા આયોજીત કરી શકાય તેવું વાતાવરણ સર્જાતાં શિક્ષણ આલમે રાહત અનુભવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here