વિદ્યાર્થીઓએ જાણી રેલવે પ્રોટેકશન ફોર્સની કામગીરી

વિદ્યાર્થીઓએ જાણી રેલવે પ્રોટેકશન ફોર્સની કામગીરી
વિદ્યાર્થીઓએ જાણી રેલવે પ્રોટેકશન ફોર્સની કામગીરી

સ્વામિનારાયણ ગુરૂકુળ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખો ટોક-શો

ઈન્સ્પેકટર ચંદુલાલ ચાવડા સાથે ધો.7 થી 10 ના વિદ્યાર્થીઓની રસપ્રદ ચર્ચા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત સમાજની અન્ય વ્યવસ્થા અંગે જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને શાળામાં ટોક શો માટે આમંત્રિત કરવામાં આવે છે.

તાજેતરમાં ધો-7 થી 10ના વિદ્યાર્થીઓને RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) ની કામગીરી વિશે માહિતી આપવા માટે ઈન્સ્પેકટર ચંદુલાલ ચાવડાને SGI જ માં આમંત્રિત કરવામાં આવ્યા હતા.

તેમણે વિદ્યાર્થીઓને રેલવે પ્રોટેક્શન ફોર્સ વિશે જણાવતા કહ્યુ હતુ કે રેલવે પ્રોટેક્શન ફોર્સ એ એક સુરક્ષા દળ છે. તેમણે મુસાફરોને તેમની યાત્રા સુવિધાજનક રહે તે માટે RPF કેવી રીતે મદદરુપ બની શકે છે તેની માહિતી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે રેલવેમાં મુસાફરી કરતી વખતે કેવી-કેવી સાવચેતી રાખવી તે પણ સમજાવ્યું હતું. આ ઉપરાંત તેમણે રેલવે ક્રોસિંગ ક્રોસ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે સમજાવ્યું હતું, તથા રેલવેની હેલ્પલાઇન નંબર 139ની તાત્કાલિક પ્રતિભાવ પુરી પાડતી સેવાઓ અંગે જાણકારી આપી હતી.

તેમણે વિદ્યાર્થીઓને રેલવેમાં મુસાફરી દરમિયાન ઈમરજન્સીમાં કોનો સંપર્ક કરવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Read About Weather here

વિદ્યાર્થીઓએ પણ પ્રશ્નોતરી સત્ર દરમિયાન ચાવડા સાહેબને રેલ-મુસાફરી, તેની સેવાઓ અને નિયમો અંગે તેના મનમાં ઉદ્ભવતા વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા અને તેમના જવાબ મેળવ્યા હતા.

રેલવે પ્રોટેક્શન ફોર્સની કામગીરી અંગે જાણકારી આપતા આ ટોક શોના સફળ આયોજન માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંતો, શાળાના એડવાઈઝર શ્રીકાંત તન્ના અને શિક્ષકો એ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here