સાકરોડિયામાં યોજાયેલા અનોખા લગ્નમાં વર જર્મનીનો અને કન્યા રશિયાની જેમાં જાનૈયા ગુજરાતી હતા. બે અલગ અલગ દેશના લોકો રવિવારે હિંદુ ધાર્મિક વિધિ વિધાનોથી લગ્નના તાંતણે જોડાયા હતા. હિંદુ સંસ્કૃતિએ હંમેશાં વિદેશીઓને પણ આકર્ષ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
આવા જ આકર્ષણને લઈને હિંમતનગરના સાકરોડિયામાં અનોખા લગ્ન યોજાયા હતા, જ્યાં અલગ અલગ દેશના વર વધુએ ગુજરાતી જાનૈયાઓની હાજરીમાં સપ્તપદીના પગલાં ભરી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા હતા.
મૂળ જર્મનીના ક્રિશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીનાને ભારતના આધ્યાત્મે આકર્ષેલા. અને આ જ અધ્યાત્મ તેમનાં મંગલ પરિણયમાં પરિણમ્યું હતું.તેમની હિંદુ વિધિથી લગ્ન કરવાની ઇચ્છા પણ ફળીભૂત થઈ હતી.
વર વધૂને પીઠી પણ ચોળાઈ. લગ્ન ગીત પણ ગવાયા અને કન્યાદાન પણ અપાયું.જુલિયા અને ક્રિશ બંને અધ્યાત્ત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલા.
Read About Weather here
આ આકર્ષણ તેમને સાકરોડિયા ગામમાં ખેંચી લાવ્યુ. તેમના મિત્રને હિંદુ ધાર્મિક વિધિથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને તરત જ કંકુના કરાયા. કંકોત્રીઓ છપાઈ, કન્યા અને વર પક્ષનું સ્થાન એમના મિત્રના પરિવારજનોએ લીધું.અને લગ્ન સંપન્ન થયા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here