રાજકોટ શહેર વિસ્તારમાં વેક્સિનનો બીજો ડોઝ લેનાર નાગરિકો માટે લક્કી ડ્રો યોજાયો
વેક્સિનેશનની સૌથી વધુ કામગીરી કરનાર નાનામવા આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ. 21,000નું પ્રોત્સાહક ઇનામ અપાયું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનને પ્રોત્સાહન મળે તે માટે ગત તા. 04-12 થી તા. 10-12 સુધીના સમયગાળા દરમ્યાન વેક્સિનેશનનો બીજો ડોઝ લેનારા લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 50,000 સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રો
Visit Saurashtra Kranti Homepage here
થી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેક્સિનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ. 21,000નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.
તેમ જાહેર કરવામાં આવેલ જે અનુસંધાને ગત તા.14ના રોજ મેયર ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા અને દંડક
સુરેન્દ્રસિંહ વાળાની ઉપસ્થિતિ માં કોમ્પુટરરાઈઝ ડ્રો કરવામાં આવેલ જેના લક્કી ડ્રો માં મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાનું નામ જાહેર થયેલ તથા સૌથી વધું વેક્સિનેશનની કામગીરી માટે નાનામવા આરોગ્ય કેન્દ્ર પસંદ થયેલ.
લકકી ડ્રો અનુસંધાને ગઈ કાલે વિજેતા લાભાર્થી મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાને મેયર, કમિશનર તથા પદાધીકારીઓના હસ્તે સ્માર્ટ ફોન (ઈલેવનએપલ)આપવામાં આવેલ સૌથી વધું વેક્સિનેશનની કામગીરી માટે
નાનામવા આરોગ્ય કેન્દ્ર ટીમને રૂ.21000 નું રોકડ પુરુષ્કાર પણ આપવામાં આવેલ, લાભાર્થી મનુભાઈ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા, તેઓ એરપોર્ટ પાસે ના અમરજીત નગરમાં રહે છે
અને કપડાની ફેરી નો વ્યવસાય કરેલ છે,અને તમામ પદાધિકારીઓ એ મનુભાઈ ને શુભેચ્છા પાઠવી હતી અને તેમના વિસ્તારમાં વધુને વધું વેક્સીનેશન થાય તેવા પ્રયાસ અનુરોધ કરેલ,
Read About Weather here
આ લક્કી ડ્રો યોજનામાં કુલ 36897 શહેરીજનોએ બીજા વેક્સીનનો ડોઝ લીધેલ અને તમામ આરોગ્ય કેન્દ્ર પૈકી નાના મવા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા 11636 લોકોને વેક્સીન આપી અગ્રતા પ્રાપ્ત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here