વિકૃતિએ હદ પાર કરી…!

વિકૃતિએ હદ પાર કરી…!
વિકૃતિએ હદ પાર કરી…!
કૂતરાના માલિકે આરોપી સામે ફરિયાદ દાખલ કરાવી છે.ઘટના ભરતપુર શહેરના કોડિયાનની છે. પાલતું જાનવરોને વિકૃતિથી મારવા અને મારી નાખવાના કેસ વધી રહ્યા છે. આવો જ એક કેસ રાજસ્થાનના ભરતપુરમાં જોવા મળ્યો છે. અહીં એક વ્યક્તિએ ખૂબ નાની વાતે પાળેલા કૂતરાને મારી નાખ્યો છે. આ ઘટનાનો હચમચાવી દે એવો વીડિયો સામે આવ્યો છે. ઘટના કોતવાલી પોલીસ સ્ટેશનની છે. અહીં રહેતા બાબુલાલની દીકરી સિદ્ધિ તેમના પાળેલા કૂતરાને રાતે 10 વાગે ઘરના ગેટ પાસે ખાવાનું ખવડાવતી હતી. સિદ્ધિ કૂતરાને ખવડાવ્યા પછી એનાં વાસણો અંદર મૂકવા ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

એટલી જ વારમાં સોસાયટીમાં રહેતો શખસ અજય ત્યાં આવ્યો. અજય પોતાની પાસે એક દોરડું પણ લઈને આવ્યો હતો. તેણે કૂતરાના ગળામાં દોરડું બાંધ્યું અને તેને જમીન પર પછાડવાનું શરૂ કરી દીધું. અજયે કૂતરાને અંદાજે 4 વાર જમીન પર પછાડ્યું અને એનું ત્યાં જ મોત થઈ ગયું હતું.જ્યારે આજુબાજુના લોકોએ અજયને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેણે પડોશીઓને ગંદી ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. કૂતરાના મોત પછી તેનો માલિક બાબુલાલ રાતે કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

Read About Weather here

આજે સવારે તેમની ફરિયાદ નોંધી લેવામાં આવી છે. જોકે હવે આરોપી અજય ક્યાંક ભાગી ગયો છે. પોલીસ તેને શોધી રહી છે.જ્યારે પડોશીઓએ અજયને કૂતરાને મારવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે જ્યારે સોસાયટીમાં એન્ટ્રી લેતો ત્યારે કૂતરો તેને જોઈને ભસતો હતો. પડોશીઓએ અજયને રોકવાનો પ્રયત્ન કર્યો તો તે તેમની સાથે પણ લડવા માટે તૈયાર થઈ ગયો હતો. પડોશીઓ રોકતા હતા ત્યારે તેણે કહ્યું, હજી આ નથી મર્યો, હું એને મારીને જ રહીશ.એ મને જોઈને ભસે છે, એટલે હું એને મારી જ નાખીશ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here