કરાઈ પોલીસ એકેડમીમાં પોલીસ દળનાં ભવ્ય દીક્ષાંત અને પરેડ સમારંભમાં શ્રેષ્ઠ અધિકારીઓનું સન્માન: ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે તાલીમ પૂર્ણ કરનારા શ્રેષ્ઠ અધિકારીઓને સ્વોર્ડ ઓફ ઓનર અને ટ્રોફી એનાયત કરાયા
ગાંધીનગરમાં કરાઈ પોલીસ એકેડમી ખાતે યોજાયેલા ગુજરાત પોલીસ દળનાં દીક્ષાંત અને પરેડ સમારંભમાં બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતનું પોલીસ દળ ટેકનોસેવી યુવાઓની ભરતીથી વધુ સક્ષમ બન્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
બીટ પોલીસીંગથી સ્માર્ટ પોલીસીંગ ભણી ગુજરાત આગળ ધપી રહ્યું છે. હવે પોલીસ દળમાં પૂરતું માનવ સંસાધન બળ આપવાનું આયોજન પણ પ્રગતિમાં છે.તેમણે કહ્યું હતું કે, ડીજીટલ ટેકનોલોજીનાં યુગમાં સાઈબર ક્રાઈમ જેવા ગુન્હા સહિતની બદલાઈ રહેલીક્રાઈમ પેટર્નને જાણવા
માટે ટેકનોસેવી નવ યુવાન પોલીસ કર્મીઓની સજ્જતાને આપણે વધુ સંગીન બનાવવાની છે. પોલીસ દળનાં 105 તાલીમાર્થી પોલીસ ઇન્સ્પેક્ટરની તાલીમ પૂર્ણ થતા દીક્ષાંત પરેડ યોજાઈ હતી. જેમાં તાલીમ પૂરી કરનારા શ્રેષ્ઠ અધિકારીઓને મુખ્યમંત્રીનાં હસ્તે સ્વોર્ડ ઓફ ઓનર તથા ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસની અવિરત ગતિ જાળવી રાખવા રક્ષાશક્તિનાં બાવડા વધુ મજબુત બનાવવાની નેમ છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે 1 હજાર જેટલા પીએસઆઈ અને 10 હજાર જેટલા લોકરક્ષકની પ્રગતિમાં છે.
તેમણે સહુ નવનિયુક્ત કર્મીઓને રાજ્ય અને રાષ્ટ્રહિત સર્વોપરી રાખવા શીખ આપી હતી અને ઉજ્વળ ભાવિની શુભેચ્છાઓ આપી હતી. નિર્દોષ દંડાય નહીં, પ્રજાને રંજાડનારા છૂટે નહીં એવી સંવેદના સાથે નવા અધિકારીઓ ખાખી વર્દીની આન,બાન અને શાન વધારે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
Read About Weather here
આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગૃહ ખાતાનાં અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસવડા આશિષ ભાટીયા સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ તથા તાલીમાર્થીનાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here