સિદસર ઉમિયા માતાજી ધામ ખાતે ભુપેન્દ્ર પટેલની હાજરીમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી: મુખ્યમંત્રીની દોઢ લાખ હિમોગ્લોબીન પિલ્સથી તુલા કરાઈ: ઉમિયાધામનાં વિકાસ માટે 18.25 કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકસિત અને શક્તિશાળી ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ દરેક સમાજની પડખે ઉભી છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જામજોધપુર તાલુકામાં સિદસર ખાતે ઉમિયા માતાજી ધામમાં મંદિરનો દશાબ્દી મહોત્સવ અને ભવ્ય લોકાર્પણ સમારંભ યોજાયા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહુને સાથે લઇ આગળ વધવાની નેમ રાજ્ય સરકાર આગળ વધારી રહી છે. ઉમિયાધામ સંસ્થા દ્વારા શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ સહિતનાં ક્ષેત્રે સેવાયજ્ઞ શરૂ કરાયો છે ત્યારે યાત્રાધામ વિકાસ માટે રાજ્ય સરકારે પણ 18.25 કરોડની સિદ્ધાંતિક મંજૂરી આપી છે.
Visit Saurashtra Kranti Homepage here
ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીની દોઢ લાખ હિમોગ્લોબીન પિલ્સ વડે તુલા કરીને આરોગ્યપ્રદ સમાજનાં નિર્માણ માટે એક નવતર પહેલ કરવામાં આવી છે. મંદિર પરિસરનાં નિર્માણ કાર્યનાં દાતાઓનું મુખ્યમંત્રીનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
Read About Weather here
આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સિદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામભાઈ વાસજાળિયા, પૂર્વમંત્રી ચીમન સાપરિયા, ઉમિયા માતા મંદિર ઉંઝાનાં પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, ડીડીઓ મિહિર પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here