વિંછીયામાં જમાઈનાં સાસરીયાઓએ હાથ-પગ ભાંગી નાખ્યા

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

પીપરડીનાં યુવાનને ઇક્કો કારમાં ઉઠાવી જઈ પત્ની, સાસુ, સસરા સહિતનાં આઠ શખ્સો ધોકા, પાઈપ લઇ તૂટી પડ્યા

વિંછીયાના પીપરડી ગામના અનુ.જાતિ યુવકને(જમાઈ) બે શખ્સો ઇક્કો કારમાં ઉઠાવી જઈ વિંછીયામાં આવેલા દલિતવાસમાં તેની પત્ની, સાસુ, સસરા સહિત આઠ શખ્સોએ ધોકા, પાઈપ વડે મારમારી હાથ-પગ ભાંગી નાખ્યા ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ વિંછીયાનાં પીપરડી ગામે રહેતો જમાઈ મોહન ઉર્ફે દેવરાજ કાલુભાઈ પરમાર (ઉ.વ.25) નામના દલિત યુવાને વિંછીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સામાવાળા મહેન્દ્ર ચુડા વાઘેલા, અમૃત ચુડા વાઘેલા, અજય મારૂ, હિંગોળગઢનો સુરેશ વાઘેલા, વિંછીયામાં દલિતવાસમાં રહેતી તેણી પત્ની વર્ષા, સાસુ હીરીબેન, સસરા ધુડાભાઈ તથા સંતોષ સહિત આઠ શખ્સોનાં નામ આપ્યા છે.

જમાઈ યુવાને ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે યુવાન પીપરડી ગામે હતો ત્યારે મહેન્દ્ર ધુડા વાઘેલા તથા સુરેશ વાઘેલા તેને ઇક્કો ગાડીમાં વિંછીયા જવાનું કહી ઉઠાવી જઈ વિંછીયામાં આવેલા દલિતવાસમાં લાવી કારમાંથી નીચે ઉતારી તેણી પત્ની સહિતનાં સાસરીયાઓએ ઝઘડો કરી લોખંડનાં પાઈપ, ધોકા વડે હુમલો કરી યુવાનનાં હાથ-પગ ભાંગી નાખી શરીરે ગંભીર ઈજા કરી નાસી ગયા હતા.

Read About Weather here

બનાવબાદ યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવનાં પગલે વિંછીયા પોલીસે યુવાનની ફરિયાદ નોંધી પત્ની સહિત સાસરીયા સમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here