વિંછીયા પોલીસે ડોગ સ્કોડની ટીમની મદદથી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી
વિછીયા તાલુકાના વાંગધ્રા ગામ પટેલ પરિવારના મકાન અને તેની બાજુમાં આવેલા મકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી રૂપિયા ૧.૭૩ લાખની મતા ચોરી કરી ગયા હતા.આ અંગે પટેલ પ્રોઢએ વિછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
ચોરીના બનાવની જાણવા મળતી વિગતો મુજબ,વિછીયા તાલુકાના વાંગધ્રા ગામે રહેતા દિનેશભાઈ રામજીભાઈ કેરળીયા (ઉ.વ ૫૯) નામના પ્રૌઢએ વિછીયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ ૧૫/૮ ના સાંજના આઠ વાગ્યા બાદથી તારીખ ૧૬/૮ ના બપોરના સાડા બાર વાગ્યા દરમ્યાનના સમયગાળામાં તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.
ફરિયાદમાં ચોરીના બનાવ અંગે વિશેષ જણાવ્યા મુજબ, રાત્રિના સમયે તસ્કરોએ મકાનમાં જ ત્રાટકી કબાટના તોડી તેમાં રાખેલી સોનાની બુટી, સોનાની કડી, ચાંદીનો છડો રોકડ રૂપિયા 7000 તથા પાડોશમાં રહેતા પરિવારના ઘરમાંથી ચાંદીના છડા તથા રોકડ રૂપિયા 11000 મળી 173000 ની મત્તા તસ્કરો ઉઠાવી ગયા હતા.
Read About Weather here
નાના એવા ગામમાં એક સાથે બે મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ચોરીના બનાવને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે વિછીયા પોલીસ મથકના સ્ટાફે આ અંગે ગુનો નોંધી ચોરીના બનાવને અંજામ આપનાર તસ્કરને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here