વાળ ખેંચ્યા તો મુંડન જ કરાવી લીધું…!

વાળ ખેંચ્યા તો મુંડન જ કરાવી લીધું...!
વાળ ખેંચ્યા તો મુંડન જ કરાવી લીધું...!
રાજ્યકક્ષાનાં મંત્રી નિમિષાબેન સુથારનું આદિજાતિનું ખોટું પ્રમાણપત્ર હોવાના આક્ષેપ સાથે દાહોદ, પંચમહાલ અને મહીસાગરના આદિવાસી સમાજ દ્વારા નિમિષાબેન સુથારનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેથી તેમને મંત્રીપદેથી દુર કરવા ઉચ્ચ સ્તરીય રજૂઆતો,

Visit Saurashtra Kranti Homepage here

વિરોધપ્રદર્શન સહિત આંદોલન પણ કરવામાં આવ્યાં છે. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ગઈકાલે ગુરુવારે દાહોદ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોડલ સ્કૂલ લીમખેડા ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યકક્ષાનાં મંત્રી નિમિષાબેન સુથાર પણ આવ્યાં હતાં,

જેનો વિરોધ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસ દ્વારા કેટલાક આદિવાસી સમાજના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા,

જ્યાં ડીવાયએસપી દ્વારા અટકાયત કરવામાં આવેલા આદિવાસી કાર્યકર્તાઓને ગાળો બોલી તેમજ એક કાર્યકર્તાના વાળ ખેંચ્યા હોવાના આક્ષેપો કરાયા હતા. એ આદિવાસી સમાજના કાર્યકર દ્વારા આજે શુક્રવારના રોજ દાહોદ શહેરમાં આવી શહેરના બિરસામુંડા ચોક ખાતે મુંડન કરાવ્યા બાદ દાહોદ

જિલ્લા પોલીસ અધીક્ષકને લેખિત રજૂઆત કરી ડીવાયએસપી સામે કાર્યવાહી કરવા માગ કરાઈ હતી.ત્યારે ગઈકાલે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીમાં નિમિષાબેન સુથાર પણ પહોંચ્યાં હતાં,

જ્યાં આ મામલે દાહોદના આદિવાસી સમાજના લોકો તેમનો વિરોધ કરવા પહોંચે એ પહેલાં જ પોલીસ દ્વારા આદિવાસી સમાજના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

અટકાયત કરવામાં આવેલા સામાજિક કાર્યકર્તા એવા શિરીષકુમાર રાજેશભાઈ બામણિયાએ જણાવ્યું હતું કે મંત્રી બની બેઠેલાં નિમિષાબેન સુથાર ખોટી રીતે બનાવટી અનુસૂચિત જનજાતિના પ્રમાણને આધારે ધારાસભ્ય બન્યાં હતાં અને ત્યાર પછી આદિજાતિ વિભાગનાં મંત્રી પણ બન્યાં હતાં,

જેથી કાનૂની રીતે ભારતીય બંધારણની કલમ 19 (1)ને ધ્યાનમાં રાખીને નિમિષાબેન સુથારનો વિરોધ કરવા માટે પોતે અને તેમની સાથે લીમખેડા ખાતે કેટલાક કાર્યકર્તાઓ પહોંચ્યા હતા,.

જ્યાં પોલીસે તેમની અટકાયત કર્યા બાદ ત્યાં હાજર ડીવાયએસપી પરેશ સોલંકી દ્વારા શિરીષકુમાર રાજેશભાઈ બામણિયા સહિત તેમની સાથેના કાર્યકર્તાઓને બેફામ ગાળો બોલી, ધમકીઓ આપી હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા હતા.

ત્યાર બાદ શિરીષકુમાર બામણિયાના વાળ પણ ખેંચ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.જેની સાથે આજે શુક્રવારના રોજ દાહોદના આદિવાસી સમાજના યુવકો દાહોદ શહેરમાં આવેલા બિરસા મુંડા ચોક ખાતે પહોંચ્યા હતા તેમજ શિરીષકુમાર બામણિયાએ ડીવાયએસપી પરેશ સોલંકીના વર્તનના વિરોધમાં મુંડન કરાવ્યું હતું.

ત્યાર બાદ આદિવાસી સમાજના કાર્યકર્તાઓ દાહોદ જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં દાહોદ જિલ્લા પોલીસ અધીક્ષકને સંબોધતી એક લેખિત અરજી ડીવાયએસપી પરેશ સોલંકની વિરુદ્ધમાં આપવામાં આવી હતી.

Read About Weather here

એમાં તેમની સાથે થયેલા ગેરવર્તનના સંદર્ભમાં ડીવાયએસપી પરેશ સોલંકી દ્વારા કરવામાં આવેલા વ્યવહારને લઈ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here