જૂનાગઢના ગિરનારની પર્વતમાળામાં ચોમાસામાં પ્રકૃતિનું રૂપ સોળે કળાએ ખીલે છે. ચોમાસા દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળે છે
ભારત દેશનાં પશ્ર્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કી.મી. ઉત્તરે આવેલ પર્વતોનો સમુહ ગીરનાર તરીકે ઓળખાય છે.
Visit Saurashtra Kranti Homepage here
તે ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે. જયાં સિઘ્ધ ચોરાસીનાં બેસણા છે. ગીરનાર ઉપર પાંચ ઊંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120,
જૈન મંદિર શિખર 3300 અને માળી પરબ 1800 ફુટની ઉંચાઇ ધરાવે છે. ગિરનાર પર્વતો ઉપર 866 મંદિરો આવેલા છે. પથ્થરોના બનાવેલા દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે.
લોક વાયકા મુજબ 9999 પગથીયા છે. તો ખરેખર કદાચ 8000 પગથીયા છે. ચોમાસામાં ગિરનાર પર્વત લીલોછમ બની જાય છે. એક સુંદર કુદરતી નજારો જોવા મળે છે.
કહેવાય છે કે ઉંચો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે છે. ચોમાસાંમાં વરસાદ બાદ સમગ્ર પર્વતમાળા લીલીછમ બની જાય છે, નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે.
ત્યારે આ આહલાદક નજારાની તસવીરો સામે આવી છે. ગિરનાર પર્વતમાળા વરસાદના કારણે લીલુંછમ બની જાય છે. લીલાછમ વૃક્ષોનો નજારો તન અને મનને એક ઠંડકનો અનુભવ કરાવે છે.
આ નજારો માણવા અને ચોમાસામાં ગુરૂ દત્તાત્રેય અને માઁ અંબાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવે છે અને આધ્યત્મ સાથે કુદરતી સૌદર્ય પણ માણે છે.
જૂનાગઢના ગિરનારની પર્વતમાળામાં ચોમાસામાં પ્રકૃતિનું રૂપ સોળે કળાએ ખીલે છે. ચોમાસા દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળે છે.
ગિરનાર અને આસપાસના ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યોે જોવા મળે છે. જૂનાગઢમાં ચોમાસા દરમિયાન પ્રકૃતિનું સૌદર્ય માણવાનો એક અનેરો લ્હાવો છે
અને પ્રકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રવાસનની દ્રષ્ટિએ પણ વિદેશોને ભૂલાવે તેવું જૂનાગઢનું પ્રાકૃતિક સૌદર્ય છે. ગિરનારની પ્રાકૃતિક સુંદરતાનો લ્હાવો માણવા જેવો છે.
વિશાળ ઊંચા પર્વતોની ગોદમાં તરતા આ રૂની પૂણી જેવા હલકાફૂલકા વાદળો કેવા અદ્દભુત લાગે છે ! વાદળોથી ઢંકાયેલા ખડકો ક્યારેક બિહામણી આકૃતિ ઉપસાવે છે.
જાણે કોઈ અલૌલિક પ્રદેશની સફર આપણે નીકળ્યા હોઈએ તેવું લાગે છે ! 2000 પગથિયાંના પડાવ પછી હવે ચોતરફ કાળાડિબાંગ વાદળો છવાઈ ગયાં છે.
તળેટીનો પ્રદેશ તો સાવ અદ્રશ્ય બની ગયો છે ! પવનના સૂસવાટા સાથે વાદળોમાંથી હળવો પાણીનો છંટકાવ શરૂ થાય છે. અહીં ઊંચાઈ પર મોસમનું કંઈ નક્કી કહી શકાતુંનથી.
Read About Weather here
ગમે ત્યારે વાદળો વરસી પડે છે તો ક્યારેક વળી અચાનક સુસવાટા મારતો પવન શરૂ થઈજાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here