વડીયાના ભાયાવદર ગ્રામ પંચાયતે ત્રણ ગામના સરપંચો એકઠા થયા રોડવાવડીથી સનાળા રોડની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવતા ખેડૂતોની જમીન કપાતા ખેડૂતો દ્વારા કામ અટકાવવામાં આવતા અને જિલ્લાના કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજુઆત કરતા બગસરા પ્રાંત અધિકારી પૂજાબેન જોટંગીયા સહિતના અધિકારીઓ સ્થળ તપાસમાં દોડી આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
વડિયા તાલુકાના વાવડી રોડથી સનાળા જવાના રસ્તાની તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઇ છે ત્યારે ભાયાવદર સનાળા અને રોડ વાવડી ગામના ખેડૂતોના ખેતરની જમીન વચ્ચેના ગાડા માર્ગમાં જે ચોમાસા દરમ્યાન પાણીનો નિકાલ હતો જેમાં તંત્ર દ્વારા ખેડૂતોને કોઈ જાણ કર્યા વગર કોન્ટ્રાકટર દ્વારા શરૂ કરી દેવાયો અને રોડની સાઈડોમાં મોટી ઊંડી ખુલ્લી ગટરો કરી દેવાઈ છે જેમાં ખેડૂતોને જાણ કર્યા વગર કામગીરી અને કજેટરોની જમીનો કપાતા ખેડૂતોએ કામ અટકાવી દીધું હતું.
Read About Weather here
જેને લઈને ધારી પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી અને માર્ગ મકાન અધિકારીઓ દોડી આવ્યા હતા જોકે આ પ્રશ્ર્ન છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતોનો ચાલી રહ્યો છે તેમ યાદીમાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here