વાણી કપૂર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. ‘શમશેરા’માં વાણી કપૂરે સોનાનો રોલ પ્લે કર્યો છે. બોલિવૂડ ફિલ્મ ‘શમશેરા’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં રણબીર કપૂર, સંજય દત્ત તથા વાણી કપૂર હાજર રહ્યા હતા. ટ્રેલર લૉન્ચિંગ બાદ ત્રણેય સ્ટાર્સ મુંબઈના કલીના એરપોર્ટ પર જોવા મળ્યા હતા.વાણી કપૂર ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં ડીપ નેક સ્લીવલેસ આઉટફિટમાં હતી. વાણી કપૂરે ઇયરિંગ્સ પહેર્યા હતા અને વાળ ખુલ્લા રાખ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
વાણી બ્લેક આઉટફિટમાં ઘણી જ ગોર્જિયસ લાગતી હતી.’શમશેરા’ 22 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં રણબીર કપૂર ડબલ રોલ (પિતા-પુત્ર)માં જોવા મળશે. રણબીર કપૂરે ડાકુ શમશેરાનો રોલ પ્લે કર્યો છે. સંજય દત્ત બ્રિટિશ પોલીસ અધિકારી શુદ્ધ સિંહના રોલમાં છે. વાણી કપૂરે 2013માં ‘શુદ્ધ દેસી રોમાન્સ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.
Read About Weather here
છેલ્લે તે 2021માં આયુષ્માન ખુરાના સાથે ‘ચંદીગઢ કરે આશિકી’માં જોવા મળી હતી. આ ઉપરાંતે તે ‘સર્વગુણ સંપન્ન’માં જોવા મળશે. ફિલ્મને યશરાજ બેનરે પ્રોડ્યૂસ કરી છે અને કરન મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના VFX તથા ફાઇટ સીન્સ સુપર્બ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here