મહારાષ્ટ્રમાં કૂતરાઓ અને વાંદરા વચ્ચે ગેંગવોર જેવી વિચિત્ર ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના બીડ વિસ્તારમાં કેટલાક દિવસો અગાઉ કેટલાક કૂતરાઓએ ભેગા મળીને વાંદરાના એક બચ્ચાને મારી નાખ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ ઘટનામાં બે વાંદરા સમગ્ર વિસ્તારમાં કૂતરાનાં લગભગ 80 જેટલાં ગલૂડિયાંને મારીને બદલો લીધો હતો. છેવટે બન્ને વાંદરાને વન વિભાગના અધિકારીઓએ પકડી લીધા અને જંગલમાં છોડી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ વાંદરા અને કૂતરા વચ્ચે( Monkey Vs Dog) ગેંગવોર થઈ છે.
ગામના લોકોનું કહેવું છે કે કૂતરાઓએ ભેગા મળી વાંદરાના બચ્ચાને મારી નાખ્યું હતું. ત્યારથી તેમની વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ હતી. છેલ્લા ત્રણ મહિનામાં વાંદરાઓએ કૂતરાનાં 70-80 બચ્ચાંને મારી નાખ્યા છે.
ત્રણ મહિનામાં વાંદરા આશરે 70-80 ગલૂડિયાંને પકડીને ઊચી જગ્યા કે ઈમારત પર ચડી જતા હતા અને ત્યાર બાદ ત્યાંથી તેમને ફેંકીને મારી નાખ્યાં હતાં. બન્ને વાંદરાનો આતંક માજલગાંવ તથા તેની આજુબાજુના ગામોમાં ફેલાઈ ચુક્યો હતો.
માજલગાંવથી 10 કિમી દૂર લવૂલ ગામના લોકોએ જણાવ્યું કે ગામમાં હવે કોઈ જ ગલૂડિયાં નથી. વન વિભાગે અગાઉ વાંદરાઓને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેમને સફળતા મળી ન હતી.
Read About Weather here
બીડ ફેરેસ્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે અનેક ગલૂડિયાઓની હત્યામાં સંડોવાયેલા 2 વાંદરાને આજે નાગપુર વિન વિભાગની ટીમે પકડી લીધા છે. પકડ્યા બાદ બન્ને વાંદરાને નાગપુરના જંગલમાં છોડી દેવામાં આવ્યા છે. આ વાંદરા છેલ્લા ત્રણ મહિનાથી માજલગાંવમાં આતંક મચાવી રહ્યા હતા. ગામના લોકોએ વન વિભાગને આ અંગે જાણ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here