વાંકાનેર ટીડીઓએ કરેલ એટ્રોસિટીના ગુન્હામાં કોંગ્રેસ ધારાસભ્ય સહિતના આરોપીઓનો નિર્દોષ છુટકારો

વાંકાનેર ટીડીઓએ કરેલ એટ્રોસિટીના ગુન્હામાં કોંગ્રેસ ધારાસભ્ય સહિતના આરોપીઓનો નિર્દોષ છુટકારો
વાંકાનેર ટીડીઓએ કરેલ એટ્રોસિટીના ગુન્હામાં કોંગ્રેસ ધારાસભ્ય સહિતના આરોપીઓનો નિર્દોષ છુટકારો
વાંકાનેરના તત્કાલિન તાલુકા વિકાસ અધિકારીએ કરેલ એટ્રોસિટીના ગુનામાં કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ જાવીદ અબ્દુલ મુત્તબીલ્લ પીરઝાદા સહિતના પાંચેય આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. પીઠવા ગામમાં પાણીની સમસ્યા હોય રજુઆત કરવા આવેલા કોંગ્રેસના આગેવાનોએ ઓફિસમાં તોડફોડ કર્યાનો આક્ષેપ હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ ફરિયાદ અને કેસની વિગત મુજબ પીઠવા ગામમાં પાણીની સમસ્યા હોય ત્યાંના સરપંચ અને ગ્રામજનોનું ટોળું ટીડીઓને રજુઆત કરવા તા.27/8/2012ના રોજ વાંકાનેર તાલુકા પંચાયત કચેરીએ આવેલું. ટીડીઓને રજુઆત કરાઈ હતી જ્યાં ટોળું ઉગ્ર થતા ઓફિસમાં તોડફોડ થયાનો આક્ષેપ હતો.

Read About Weather here

આ બાદ તત્કાલીન ટીડીઓ કે.એલ. ભગોરા દ્વારા સરકારી મિલકતને નુકસાન અને એટ્રો સીટી એકટ મુજબની ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે આરોપીઓએ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ અને આઇઆરડી ઓફિસે આવી ટીડીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી તું કેમ પીઠવા ગામની પાઇપલાઇનના પૈસા મંજૂર કરતો નથી તેમ કહી જાતિ પ્રત્યે અપમાનિત કરી ટેબલના કાચ, ઓફિસના ટયુબલાઇટ, પંખા, બારીઓમાં તોડફોડ કરી ફરજમાં રૂકાવટ કરી હતી અને કચેરીના રેકોર્ડના પોટલા ફેંકી દઇ ગુનો આચર્યો હતો. પોલીસે આઇપીસી કલમ 143, 186, 342, 504, 506(1), એટ્રોસીટીની કલમ 3(1), જાહેર મિલ્કતને નુકસાન પહોંચાડવાના અધિનિયમની કલમ 3-1 મુજબ ગુનો દાખલ કર્યો હતો. આરોપી તરીકે વાંકાનેરના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પીરઝાદા, તાલુકા પંચાયતના પ્રમુખ ફાતુબેનના પતિ યુનુસભાઈ જીવાભાઇ શેરશીયા, પીઠવા ગામના રહીશ અને તાલુકા પંચાયતના સભ્ય મહંમદભાઈ જલાલભાઇ શેખ, અબ્દુલભાઈ વલીમહંમદ ચૌધરી, જલાલભાઇ જીવાભાઇ પટેલ આ તમામ કોંગ્રેસના આગેવાનો સામે નામજોગ અને 400ના ટોળા સામે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસ મોરબીની સ્પે.એટ્રો સિટી ન્યાયાધીશ અધિક સેસન્સ જજ વિરાટ અશોકભાઇ બુધ્ધની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફે રોકાયેલા રાજકોટના સિનિયર એડવોકેટ અનિલભાઈ દેસાઈએ ધારદાર રજુઆત કરેલી કે, ઘટના બાદ મોડી ફરિયાદ થઈ છે. ઘટના તા.27/8/2012ના રોજ બની અને ફરિયાદ તા.2/9/2012ના રોજ નોંધાઇ છે, ફરિયાદ પક્ષે શંકાથી પર જઇ ફરિયાદ સાબિત કરવામાં નિષ્ફળ નિવડેલ છે. કોઇ સ્વતંત્ર સાક્ષી નથી, બનાવટી સાક્ષી ઉભા કરાયા છે અને સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદા ટાંકી આરોપીઓ તરફે રજુઆત કરી હતી. દલીલ ધ્યાને લઇ કોર્ટે તમામ પાંચેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના ખ્યાતનામ સીનીયર એડવોકેટ અનિલભાઇ દેસાઇ રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here