મહેસાણા શહેરમાં આવેલા વાલ્મીકિ નગરમાં રહેતા મધુ સોલંકીના પુત્ર સુરેશના લગ્ન પાંચ વર્ષ પહેલા પલ્લવી સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. મહેસાણા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં એક પુત્રવધુએ સાસુના ઘરે જઈ પતિ સાથે છૂટાછેડા લેવા મામલે ચપ્પુ મારી સાસુની આંગળીનું ટેરવું કાપી નાખવાની ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.જો કે બાદમાં પત્નીને પતિ ના ગમતા પત્ની એકલી રહેવા લાગી હતી અને અવાર નવાર છૂટાછેડા લેવા મામલે ઝઘડાઓ કરતી હતી.
જેને પગલે એક દિવસ ફરિયાદી સાસુ ઘરે એકલા હતા, એ દરમિયાન પુત્રવધુ તેમના ઘરે આવી પહોંચી હતી. તેમજ કહેવા લાગી હતી કે “તમારો દીકરો સુરેશ મને કેમ છૂટાછેડા આપતો નથી.” આટલું કહી તેણીએ તેની સાસુ સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી.
બાદમાં મામલો ઉગ્ર બનતા પુત્રવધુએ ચપ્પા જેવું હથિયાર સાસુના ડાબા હાથની ત્રીજી આંગળીએ મારતાં સાસુની આંગળીનું ટેરવું કપાઈ ગયું હતું. જેથી સાસુએ પોતાની પુત્રવધુ સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં કલમ 324, 504, જીપીએક્ટ 135 મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Read About Weather here
બાદમાં ફરિયાદી સાસુએ બુમાબુમ કરતા આસપાસના પાડોશી આવી જતા પુત્રવધુ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. બાદમાં સાસુને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here