ખર્ચાળ અને શાહી લગ્ન પ્રસંગો સામે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતું પ્રેરક દષ્ટાંત
ભાયાવદર અને ઉપલેટાના બન્ને પરિવારોએ પ્રાચીન પરંપરાને અનુસરી
પ્રવર્તમાન સમયમાં લગ્ન પ્રસંગમાં લોકો લાખો વેડફી રહ્યા છે. લગ્નમાં વધારાના બેફામ ખર્ચાઓ થઈ રહ્યા છે. દેખાદેખી વધી રહી છે તેવા સમયે પરબધામ ખાતે યોજાયેલા એક લગ્ન પ્રેરણારૂપ બન્યા છે.
એક યુવક અને યુવતીએ પરબધામના મહંત કરશનદાસબાપુના સાનિધ્યમાં ગાંધર્વ લગ્ન કરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિને ઉત્તમ દષ્ટાંત પુરૂ પાડયું છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
જે અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાયાવદરના સાંગાભાઈ મુંજાભાઈ રબારીના પુત્ર અભયકુમાર અને ઉપલેટાના બાલાભાઈ ભારાઈની પુત્રી રાજીબેનનું લગ્ન નકકી થયા બાદ બંને પક્ષોના પરિજનો અને વર-કન્યા 71 કિ.મી. ચાલીને પરબધામ માનતા પુરી કરવા આવી પહોંચ્યા હતા.
આ તકે બંને પક્ષોએ મહંત કરશનદાસ બાપુને તાજેતરમાં જ અક્ષય અને રાજીનાલગ્ન હોવાની વાત કહેતા જ પૂજય બાપુએ લગ્ન પાછળ ખોટા ખર્ચ નહીં કરવાનું જણાવીને અત્યારે અહિ જ ગાંધર્વ લગ્ન કરવાની આજ્ઞા કરતાની સાથે જ બંને પક્ષોએ હોંશે-હોંશે ગુરૂ મહારાજની આજ્ઞા મુજબ પરબધામ ખાતે પૂ.ગુરૂ મહારાજના સાનિધ્યમાં બંને પક્ષોએ અક્ષયકુમાર અને રાજીબેનના લગ્ન કર્યા હતા અને સાદાઈથી લગ્ન કરવાનું દૃષ્ટાંત પુરૂ પાડયું હતું.
આ તકે પૂજય કરશનદાસબાપુએ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગો પાછળ જે રીતે ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે તે ઘટાડવા જોઈએ.
Read About Weather here
શકય હોય તો એકદમ સાદાઈ માત્ર પરિવારજનોની ઉપસ્થિતિમાં જ શાસ્ત્રોકત વિધી કરીને ટૂંકમાં જ લગ્ન પ્રસંગ કરવો જોઈએ. કારણ કે દેખા દેખી અને ખોટા ખર્ચાએ આગળ જતાં નુકશાનકારક બને છે. વધુમાં બાપુએ જણાવ્યું હતું કે સાદાઈથી લગ્ન કરવાની નૂતન પરંપરા ચાલુ થાય તે દિશામાં પરબધામ આગળ વધશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here