વર્ષ 2022 બોલિવુડ માટે ભયંકર રહ્યું છે. 2022નું વર્ષ અડધું વીત્યું છે ત્યારે સાઉથની ફિલ્મો ‘આરઆરઆર’ અને કેજીએફ ચેપ્ટર-2 બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર નીવડી છે જ્યારે બોલિવુડ માટે આ વર્ષ આપતિજનક રહ્યું છે.છેલ્લા 6 મહિનામાં બોલિવુડની 20 ફિલ્મો રિલીઝ થઇ છે તેમાં માત્ર 2 ફિલ્મો સફળ રહી છે. બોલિવુડની મુખ્ય ફિલ્મો બચ્ચન પાંડે, જર્સી, હીરોપંતી-2, સમ્રાટ પૃથ્વીરાજ જેવી ફિલ્મો ટિકીટબારી પર ફલોપ રહી હતી.
Visit Saurashtra Kranti Homepage here
1.જર્સી : ‘કબીરસિંહ’ની સફળતા બાદ શાહીદ કપૂર સ્ટારર ફિલ્મ ‘જર્સી’ બોક્સ ઓફીસ પર નિષ્ફળ રહી હતી. 110 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 19.9 કરોડનો ધંધો કર્યો હતો. ફિલ્મ તેલુગુ હિટ ફિલ્મ ‘જર્સી’ની રિમેક હતી. 2.બચ્ચન પાંડે : અક્ષયકુમાર સ્ટારર આ ફિલ્મ પાસે અપેક્ષા હતી. 165 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 49.9 કરોડ રળ્યા હતા. આ ફિલ્મ 2014માં આવેલી તમિલ ફિલ્મ ‘જીગરથંડા’ની રિમેક હતી.
3.હીરોપંતી-2 : ‘હીરોપંતી’ની સફળતાને પગલે ટાઇગર શ્રોફની આ ડેબ્યુ ફિલ્મની સિકવલ ‘હીરાપંતી-2’ સફળ થવાની આશાઓ હતી પણ તે બોક્સ ઓફિસ પર ધોવાઇ ગઇ હતી. 100 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ફક્ત 24.45 કરોડનો બિઝનેસ કર્યો હતો.4.જયેશભાઇ જોરદાર : રણવીરસિંહ અને શાલિની પાંડે સ્ટારર આ સોશિયલ કોમેડી ફિલ્મ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ નીવડી હતી. 90 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માંડ 15.59 કરોડની આવક કરી શકી હતી.
Read About Weather here
5.સમ્રાટ પૃથ્વીરાજ : યશરાજ ફિલ્મ્સની વધુ એક ફિલ્મ ટિકિટ બારી પર નિષ્ફળ નીવડી હતી. અક્ષયકુમાર સ્ટારર આ ઐતિહાસિક વિષય ધરાવતી આ ફિલ્મસની ભરપૂરની ટિકા થઇ હતી. 6.ધાક્કડ : કંગના રનૌતની આ એકશન થ્રીલરને મોટુ નુકસાન થયું હતું. 85 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માત્ર 2.65 કરોડ રુપિયા જ પાછા મેળવી શકી હતી. 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 60 કરોડનો ધંધો કર્યો હતો.આ મોટી ફિલ્મો ઉપરાંત બોલિવુડની અન્ય ફિલ્મો ગંગુબાઈ કાઠિયાવાડી, એટેક રન-વે 34, બધાઈ હો, ઝૂન્ડ િફિલ્મો ટીકીટબારી પર કંઇ ખાસ ઉકાળી શકી નહોતી. માત્ર ‘ધી કશ્મીર ફાઈલ્સ’ અને ‘ભૂલ ભૂલૈયા-2’ જેવી ફિલ્મો સફળ રહી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here