વર્ષ બદલાશે, સમસ્યાઓ ઉકેલાશે..?!!

વર્ષ બદલાશે, સમસ્યાઓ ઉકેલાશે..?!!
વર્ષ બદલાશે, સમસ્યાઓ ઉકેલાશે..?!!

બીતી સો બીત ગઈ, બીતેપન કા ન રખ કોઈ બોજ…
રાજકોટ મનપા તંત્રને નવા વર્ષની સામે જુના પડકારો યથાવત
વર્ષ-2022માં રાજકોટ સ્વચ્છતામાં આગળ આવે તેવા પ્રયત્નો કરવા જરૂરી: શહેરને ચોખ્ખું-ચણાંક બનાવવા ખોરા ટોપરા જેવી નીતિવાળા અધિકારીઓને દોડવ્યા સિવાય છુટકો નથી

આજે નવા વર્ષનો પહેલો દિવસ છે. લોકો કહેતા હોય છે ને કે નવું વર્ષ આવ્યું છે તો જુના વર્ષની જૂની વાતો ભૂલીને એક નવી શરૂઆત કરીએ. પરંતુ આ વાત કહેવામાં જ સારી લાગતી હોય છે. એટલે કે અમૂક જૂની યાદો ભૂલી શકાતી હોતી નથી.

Visit Saurashtra Kranti Homepage here

તે જ રીતે આપણે રાજકોટ મહાનગરપાલિકાનાં સંદર્ભમાં વાત કરીએ તો 2021 ની 12 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી અને ભાજપે 72 માંથી 68 બેઠકો જીતીને વિજય મેળવ્યો હતો. બાદમાં મેયર પદે પ્રદિપ ડવ અને સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ સહિતનાઓને પોતાના હોદ્દાઓ સોંપાયા હતા.

બાદમાં આ તમામ લોકો સામે રાજકોટની સમસ્યા દૂર કરવાનો એક નવો પડકાર હતો.પરંતુ જેમાંથી અમૂક સમસ્યાઓ તો હજુ પણ યથાવત જ છે જે નરી આંખે પણ જોઈ શકાય છે. તંત્ર તેને પૂર્ણ કરી શક્યું નથી.

તેની પાછળનાં કારણ અંગે જો બધા સાથે મળીને મનોમંથન કરે તો હજુ કદાચ તારણ મેળવી શકે પણ ખરું, જવા દઈએ વર્ષ બદલાયું છે. તો જૂની પંક્તિ છે ને કે “બીતી સો બીત ગઈ બીતે પન કા ન રખ કોઈ બોજ, કહ ગયે ક્રિષ્ન બલિહારી ગીતા મેં ગયા જો કોય ઉસકા શોક ન હોય

તે જ રીતે જે થઇ ગયું તે થઇ ગયું, હવે આવનારા વર્ષમાં આ જ તંત્ર જુના અને નવા પડકારોનો સામનો કઈ અને કેવી રીતે કરે છે તે જોવાનું રહ્યું . જો તંત્ર સામે જુના પડકારોની વાત કરીએ તો મેયર અને સેનિટેશન ચેરમેન સહિતનાં ચેરમેનો સાથે અનેક આયોજનો બનાવ્યા હતા પણ કોઈ કારણોસર પુરા ન થઇ શક્યા.

ઉપરાંત મેયર અને અશ્વિન પાંભરનો પણ સપનું હતું કે શહેરમાંથી ન્યુસન્સ પોઈન્ટ દૂર થાય અને સ્વચ્છતામાં રાજકોટ આગળ આવે પણ દુ:ખ સાથે કહેવું પડે કે હજુ પણ અનેક જગ્યાએ કચરાનાં ઢગલા એમને એમ પડ્યા છે.

આવનારા દિવસોમાં કોઈ નક્કર પગલા ભરીને રાજકોટને પણ ઇન્દોર જેવું સ્વચ્છ બનાવવા માટે પગલા ભરવા જોઈએ.બીજી વાત કરીએ તો ચોમાસા બાદ રસ્તાઓમાં ખાડા પડી ગયા હતા. તંત્ર દ્વારા તાબડતોડ આદેશો આપીને કામગીરી કરાવાઈ હતી.

પણ તેમાંય હજુ ઘણી જગ્યાએ ખાડાઓથી પરેશાન શહેરીજનો નરી આંખે દેખાય છે. નવા વર્ષે શહેરીજનોને આશા છે કે આ ખાડાઓમાંથી તેમણે મુક્તિ મળશે.આ ઉપરાંત સતત ચારેય દિશાથી વિકસતા જતા અને હજારો વાહનોથી ભરચક બનતા રાજકોટં મહાનગરનાં રાજમાર્ગો પર ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં છે.

તેનું પણ સમયસર નિકાલ થાય તેવી શહેરીજનોને આશા છે. આ ઉપરાંત કોર્પોરેશનની ચાલતી સીટી બસો અને ટીપરવાનો પણ યમદૂત બનીને સામે આવે છે. આ ડ્રાઈવરો ટ્રાફિકનાં નિયમોને અભેરાઈએ ચડાવીને રાહદારીઓ તથા

વાહન ચાલકોની જાનમાલની સુરક્ષાની ઐસીતૈસી કરીને બેફામ ગતિથી બસો તેમજ ટીપરવાનો ચલાવી રહ્યા છે. જેના કારણે શહેરીજનોનાં જાન પર જીવલેણ જોખમ ઉભું થયું છે. તેથી આ નવા વર્ષ શહેરીજનોની સુરક્ષા માટે જવાબદાર વિભાગોએ વિચાર કરવાને બદલે એક્શન મોડમાં આવીને

માથા ફરેલા સીટીબસ ચાલકો અને ટીપરવાન ચાલકોને પાઠ ભણાવી પગલા લેવા જોઈએ અને તે ખૂબ જ જરૂરી છે. ગત વર્ષ ટીપરવાન અને સીટી બસને કારણે ઘણા અકસ્માતો થયેલા છે. જે કોર્પોરેશન તંત્ર જાણતુ જ હશે. આ ઉપરાંત શહેરમાં ખોટા

ગેરકાયદેસર બાંધકામ ન થાય અને જેને લીધે શહેરીજનોને હાલાકી ન ભોગવવી પડે તેવા કામ પણ કરવા જોઈએ. મનપા તંત્ર અનેક વખત મસમોટી જાહેરાતો કરી દેતું હોય છે પછી શહેરીજનો તે વસ્તુ ક્યારે અમલમાં આવશે તેની કાગડોળે રાહ જોતા હોય છે.

તે જ રીતે મનપાએ કીધું હતું કે, 2020-21 માં નવી 50 થી વધુ મીની ઈલેક્ટ્રીક બસ આવશે. પણ અમૂક કારણોસર એ શક્ય બન્યું જ નહીં અને શહેરીજનો તેની રાહ જોતા જ રહ્યા!! ઉપરાંત લક્ષ્મીનગરનાં નાલાનું પણ લોકાર્પણ ન થયું.

Read About Weather here

આવા અનેક કામો ન થયા! પણ શહેરીજનોની મનપા પ્રત્યે આશા અમર જ છે અને વિશ્વાસ જ છે કે આ તંત્ર કામ મોળું કરશે પણ કરશે તો ખરા! તેથી આવનારા વર્ષ પર સૌ શહેરીજનોની નજર રહેશે કે કેટલું વિકાસલક્ષી કામ થશે.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here