અમદાવાદની એક જ શાળામાં 4 વિદ્યાર્થીઓ, છારોડીની નિરમા સ્કૂલમાં 3 વિદ્યાર્થી; ડુમ્મસની ડીટીએસ માં 2 વિદ્યાર્થી, ખંભાળિયાની સેન્ટકર્વેમાં ધો.10 ની વિદ્યાર્થીની સંક્રમિત
રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને ખંભાળિયાની શાળાઓમાં ડઝન જેટલા વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણ, અનેક શાળાઓને બંધ કરવાની ફરજ પડી: સૌરાષ્ટ્ર-ગુજરાતની શાળાઓમાં કોરોના સંક્રમણ પ્રસરતા વાલીઓ ચિંતાતુર
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અનેક શહેરોમાં શાળાઓમાં એકાએક કોરોના સંક્રમણમાં વધારો થતા અને ડઝન એક વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને ચેપ લાગ્યાનો જાહેર થતા વાલી વર્ગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું હોવાથી ખંભાળિયા, સુરત, અમદાવાદ, છારોડી વગેરે વિસ્તારોની સંક્રમિત શાળાઓને 8 દિવસ માટે બંધ કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા, છારોડી, જામખંભાળિયા વગેરે શહેરોમાં સંખ્યાબંધ શાળાઓમાં વિદ્યાર્થીઓ સંક્રમિત જણાતા દોડધામ મચી જવા પામી છે
અને આરોગ્યતંત્ર દ્વારા શાળાઓનાં સ્ટાફ અને બાકીનાં વિદ્યાર્થીઓનું સઘન ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે.લાંબા સમય બાદ શાળા-કોલેજોમાં ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ધો- 1 થી 5 નાં વર્ગો અને ધો-10, 11, 12 નાં વર્ગો પણ શરૂ કરી દેવાયા છે.
પરંતુ શાળાઓ શરૂ થયાને હજુ એકાદ માસ થયો છે ત્યાં કોરોના મહામારીએ વર્ગ ખંડોને ભરડો લઇ લીધો છે. કેટલાક શિક્ષકો પણ ઝપટમાં આવી ગયા છે.અમદાવાદની 2 શાળાનાં 4 વિદ્યાર્થીઓ, છારોડીમાં આવેલી નિરમા વિહાર વિદ્યામંદિરનાં 3 વિદ્યાર્થીઓ, સુરતનાં ડુમ્મસની ડીપીએસ નાં 2 વિદ્યાર્થીઓ,
વડોદરામાં ઉદ્દગમ સ્કૂલનો 1 વિદ્યાર્થી, ખંભાળિયાની સેન્ટ કર્વે સ્કૂલની ધો-10 ની એક વિદ્યાર્થીની, વડોદરાની નવરચના સ્કૂલનો એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાનું જાહેર થયું છે. પરિણામે આ શાળાઓ એક સપ્તાહ માટે બંધ કરવામાં આવી છે.
સુરતમાં તો આજે માત્ર 5 વર્ષથી ઓછી વયનાં 2 બાળકો કોરોના સંક્રમિત થતા એ શાળાને બંધ કરી દેવાઈ છે આ બંને બાળકો પહેલા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ રીતે રાજ્યમાં શાળાઓમાં અચાનક કોરોનાનું સંક્રમણ ભારે વેગ સાથે પ્રસરી રહ્યું છે.
Read About Weather here
બાળકોની 50 ટકા હાજરી અને સામાજીક અંતર સાથે બેસાડવાના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યા છતાં સંક્રમણ બેકાબુ થઇ રહ્યાની ઘટનાથી શિક્ષણ વિભાગ અને આરોગ્યતંત્રમાં ચર્ચા અને ચિંતા જાગી ઉઠ્યા છે. હાલ તુરંત તો સંક્રમણ થયું છે એ શાળાઓ બંધ કરવામાં આવી છે. બીજા સ્ટાફ અને વિદ્યાર્થીઓનાં ટેસ્ટીંગ બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here