વરસાદી માહોલમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 15 ઝડપાયા

વરસાદી માહોલમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 15 ઝડપાયા
વરસાદી માહોલમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 15 ઝડપાયા

પ્ર.નગર અને ભક્તિનગર પોલીસે વાણીયાવાડી તથા પરસાણાનગરમાં દરોડા પાડી રૂ. ૩૫ હજારની રોકડ કબ્જે કરી

ગઈકાલે શહેરમાં મેઘરાજાએ મહેર કરતા વરસાદી માહોલ વચ્ચે વાણીયાવાડી અને પરસાણાનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ૧૫ શખ્સોને પોલીસે દબોચી લઇ રૂ. ૩૫ હજારની રોકડ કબ્જે કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ જામનગર રોડ પર આવેલા પરસાણાનગર મેઈન રોડ પર આવેલા શ્રીરામ એપાર્ટમેન્ટનાં પહેલા માળે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમીનાં આધારે પ્ર.નગરનાં પી.આઈ એલ.એલ.ચાવડાની સુચનાથી પી.એસ.આઈ કે.ડી.પટેલ સહિતનાં સ્ટાફે દરોડો પડતા જુગાર રમતા આકાશ કુમારભાઈ પરમાર, ધર્મેશ ઉર્ફે અમિત રમેશ પરમાર, અભિષેક ઉર્ફે અભિ અનીલ જેઠવા, ગૌતમ અશોક ચૌહાણ, સંદિપ પ્રતાપ પરમાર, ચિરાગ અતુલ ઢાકેચા, ગૌરાંગ ઉર્ફે કિશન મનસુખ સોલંકી, વિપુલ પ્રેમજી વાઘેલા સહિત આઠ શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ. ૧૭૬૫૦ કબ્જે કર્યા હતા.

Read About Weather here

જયારે અન્ય એક દરોડામાં ભક્તિનગર પોલીસે વાણીયાવાડી શેરી.૮ માં તીનપતીનો જુગાર રમતા હેમલ જગજીવન ચોરાઈ, કેતન ભાનુ ત્રિવેદી, હિરેન જયંતી ટાંક, જીજ્ઞેશ હસમુખ કોઠારી, કમલેશ ચંદ્રકાંત ભટ્ટ, ચિરાગ હિતેશ કક્કડ, રાજેશ ચંદુલાલ તન્ના સહિત સાત શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ. ૧૬૯૭૦ કબ્જે કર્યા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here