વરસાદી માહોલમાં ક્રિમ બ્રાંચનાં સ્ટાફે સટ્ટોડિયાને ભીંજવ્યો…?

વરસાદી માહોલમાં ક્રિમ બ્રાંચનાં સ્ટાફે સટ્ટોડિયાને ભીંજવ્યો…?
વરસાદી માહોલમાં ક્રિમ બ્રાંચનાં સ્ટાફે સટ્ટોડિયાને ભીંજવ્યો…?

સામાકાંઠે નામાંકિત સટ્ટોડીયાને દબોચી લઇ ક્રિમ બ્રાંચ રૂ. 10 લાખમાં નીચોવી લીધો: શહેરમાં છાસવારે મલાઇ તારવવાની ઘટનામાં માહિર ક્રિમ બ્રાંચનાં સ્ટાફે વધુ એક કારસ્તાન કર્યાની ચર્ચા

શહેરમાં હાલ મેઘરાજાએ મહેર કરી હોવાથી શહેરભરમાં ટાઢોડાની લહેર ચાલી રહી છે. ત્યારે છાસવારે ખેલપાડી દેવામાં માહિર ક્રિમ બ્રાંચની એક મહત્વની ટોળકીને વરસાદી માહોલ વચ્ચે ક્રિમ ખાવાની ઈચ્છા થતા આ મહત્વની બ્રાંચની ટીમે સામાકાંઠે આવેલા એક સટ્ટોડીયાને ત્યાં દોડી જઈ રૂ. 10 લાખની મલાઈ તારવી લીધી હોવાની ચર્ચાએ જોર પક્ડયું છે. ઉડતા પક્ષી પાડવામાં માહિર ક્રિમ બ્રાંચની આ ટીમે ક્રિમ હજમ કરી ગયા બાદ રૂ. 10 લાખની મસ મોટી રકમનો ઓડકાર લીધો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Subscribe Saurashtra Kranti here

છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રાજકોટ શહેર પર મહેર કરી છે અને કાચુ સોનું વર્ષાવ્યું છે. ત્યારે શહેરમાં અનેકવાર વિવાદમાં આવેલી ક્રિમ બ્રાંચને પણ કંઇ કરવાના મુકામો હોય તેમ સામાકાંઠે આવેલા એક પ્રખ્યાત વિસ્તારમાં ક્રિમ બ્રાંચની એક મહત્વની ટુકડી રડાર મારવા નીકળી હતી તે દરમ્યાન આ મહત્વની બ્રાંચની મહત્વની ટીમે શિકારનો શોધમાં એક નામાંકિત સટ્ટોડીયો હાથ લાગી ગયો હતો. વરસાદી માહોલમાં ટાઢોડામાં જાણે ક્રિમ બ્રાંચનાં આ મહત્વની ટુકડીને જાણે ક્રિમ ખાવાની ઈચ્છા થઇ હોય તેમ તેણે પોતાના પાસા નાખવાનું શરૂ કર્યું હતું.

સામાકાંઠે શહેરનાં ધનાઢય લોકો વસતા હોય ત્યારે સટ્ટોડીયા પાસેથી મળેલા ઈલેક્ટ્રોનિક સાધનો તપાસવાનું શરૂ કરતા કેટલાક નામાંકિત અને ધનાઢય લોકોના નામ સામે આવતા મહત્વની બ્રાંચની મહત્વની ટીમની દાઢ ડણકી હતી અને મામલો ઉછાડવાની ટેવ વાળી આ મહત્વની બ્રાંચની આ ટુકડીએ પાસા ફેકવાનું શરૂ કરાતા સટ્ટોડીયા ભીસમાં આવી ગયા હતા. સટ્ટોડીયા પાસેથી મળેલા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી કેટલીક સ્ફોટક વિગતો મહત્વની ટીમને હાથ લગતા હવે તો એકના બે ન થવાની ટુકડીએ જીદ પકડી લીધી હતી. સટ્ટોડીયાને પુરેપુરો દબાણ લાવવામાં આવ્યું હતું અંતે સટ્ટોડીયાએ પોતાના હાથ હેઠા મૂકી દીધા હતા અને સામાકાંઠેનાં એક વ્યક્તિ (કે જે મહત્વની બ્રાંચની મહત્વની ટીમનો વિશ્ર્વાસુ માણસ હતો) તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

Read About Weather here

વરસાદી માહોલ વચ્ચે ટાઢોડામાં મલાઇ તારવવા આ વ્યક્તિને ટુકડીએ વચ્ચે રાખી સટ્ટોડીયા શખ્સ પાસેથી રૂ. 10 લાખની માતબલ રકમનો તોડ કરી ટાઢોડાનાં મૌસમમાં ક્રિમ બ્રાંચની આ મહત્વની ટુકડીએ ક્રિમ તારવી લીધું હતું. છાસવારે તોડ કરવામાં માહિર ક્રિમ બ્રાંચની આ ટુકડીએ કંઈ બન્યું ન હોય તેમ રૂ. 10 લાખનો ઓડકાર લઇ લીધો હોવાની ચર્ચાઓ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here