રાજકોટ શહેરમાં વરસાદે જ અનેક રસ્તા ભાંગીને ભૂકકો બની ગયા છે. તેમાં પણ પશ્ર્ચિમ રાજકોટના છેડે આવેલા અનેક વિસ્તારોમાં તો બ્રીજ સહિતના કામ ચાલતા હોય, લોકોને આ માર્ગો પરથી નીકળવું મુશ્કેલ બન્યું છે. માધાપર ચોકડીએ તો વાહન લઇને પસાર થવું મુશ્કેલ હોય, જોખમી ખાડાઓ પેવિંગ બ્લોકથી બુરવા મ્યુનિ. કમિશનરે સુચના આપી છે. 11 ઇંચ જેટલા વરસાદમાં તમામ માર્ગો પાણી પાણી થયા હતા, રાજમાર્ગો પર ટ્રાફિક જામ થયા હતા. તો નવા બ્રીજ આજુબાજુની સાઇટ પરથી ચાલવામાં વાહન ચાલકોને ડર પણ લાગતો હતો. આ તમામ સાઇટ આમ તો મહાપાલિકાએ સલામત કરેલી છે.
Visit Saurashtra Kranti Homepage here
પરંતુ મુખ્ય 150 ફુટ રીંગ રોડ પર અને કાલાવડ રોડ પર બ્રીજનું કામ અને વરસાદ એક સાથે ભેગા થતા ટ્રાફિકનો ગંભીર પ્રશ્ર્ન ઉભો થયો છે. ત્રણે ઝોનના મુખ્ય માર્ગો પર રહેલા ખાડા મેટલ કે મોરમથી બુરવાને બદલે જરૂર હોય ત્યાં પેવિંગ બ્લોકથી બુરવા સુચના અપાઇ છે. પેવિંગ બ્લોકના કારણે લેવલીંગ સરખું થાય છે રોડની મજબુતી ટકી રહે છે. ખાડામાંથી આગળ પાણી પ્રસરતું નથી. લાંબો સમય સુધી આ બ્લોક ટકે પણ છે. આથી ખાડામાં પેવિંગ બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરાઇ હતી ત્યાં ગઇકાલે મેઘરાજા અનરાધાર વરસતા ખાડાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે.
Read About Weather here
શહેરીજનોમાં એક ચર્ચા એવી પણ છે કે વરસાદથી તારાજ રાજકોટના આ માર્ગો મેઘાના પ્રહારથી ખાડા ખુબડાવાળા થઇ ગયા છે. ગઇકાલે અનરાધાર વરસાદ વરસતા ભ્રષ્ટાચારની પોલ મેઘરાજાએ ખોલી નાંખી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડામરો ઉપરથી પોપડાઓ ઉખડી ગયા છે. વિકાસની માત્ર વાતો કરતા તંત્રને આ તસવીર જ કહી દે છે આ છે આપણુ વિકાસશીલ શહેરના તમામ રોડ-રસ્તાઓની માત્ર આટલા વરસાદમાં આટલી હાલત થઇ છે. ગોંડલ રોડ, માધાપર ચોકડી, કાલાવડ રોડ, ભક્તિનગર સર્કલ, કેનાલ રોડ, કોઠારિયા રોડ, રામાપીર ચોકડી, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, 150 ફૂટ રીંગ રોડ, એરપોર્ટ રોડ સહિતના ઢગલાબંધ વિસ્તારોમાં વરસાદે મોટા ગાબડાઓ પાડી દીધા છે ત્યારે તંત્રએ અને શાસકોએ તો આંખો બંધ કરી દીધી છે ત્યારે હવે રાજકોટ વાસીઓ ઘરેથી વાહન લઈ નીકળો ત્યારે ખાસ ધ્યાન રાખજો કારણ કે રસ્તાઓ ઉપર મોટા ખાડાઓ છે અનેક ગટરોના ઢાંકણાઓ ખૂલી ગયેલા છે ત્યારે અકસ્માતના બનાવો બની શકે તેમ છે ત્યારે હવે તમારે જાતે જ સાવધાની રાખવાની જરૂર છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here