ઉપરાંત આ ઘટનાનો વીડિયો પંથકમાં સોશિયલ મીડિયામાં પણ ખૂબ પ્રચલિત બનવા પામ્યો હતો. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાંતણિયા ગામે વરરાજા પોતાની જાન ગાડીમાં કે હાથી-ઘોડા પર નહિ, પરંતુ જેસીબીમાં જોડીને આવતાં લોકોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો. સમગ્ર રાજ્યમાં લગ્નપ્રસંગની સીઝન પૂરબહારમાં ખીલી છે, ત્યારે પ્રસંગો યાદગાર બનીને રહી જાય એ માટે લોકો અવનવા પ્રયાસો કરતા હોય છે.
Visit Saurashtra Kranti Homepage here

ત્યારે તાંતણિયાના આ વરરાજાએ તેમના લગ્નને અનોખા અને યાદગાર બનાવવા જાન જેસીબીમાં જોડી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.અમુક લોકો પોતાની લગ્નની જાન, હેલિકોપ્ટર, મોંઘીદાટ કારો તેમજ હાથી ઘોડા પર સવાર થઈ જતા હોય છે. ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાંતણિયા ગામે વરરાજાની જાન JCBમાં વાજતેગાજતે આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પ્રચલિત બન્યો છે.

Read About Weather here
ઉલ્લેખનીય છે કે લગ્ન પ્રસંગ યાદગાર બનાવવા લોકો અવનવા કીમિયાઓ અજમાવતા હોય છે, જેમાં લોકો હેલિકોપ્ટર, બાઇક, મોંઘીદાટ કાર, ટ્રેક્ટરો, બળદગાડા, ઘોડાગાડી, ઊંટ ગાડીઓમાં પોતાની જાન જોડાવતા હોય છે, ત્યારે હવે એમાં જેસીબીનું નામ પણ ઉમેરાયું છે.જેસર તાલુકાના તાંતણિયા ગામ ખાતે દાઉદભાઈ અલીભાઈ ઓઢેજાના દીકરા નજીરભાઈ ઓઢેજા પોતાની જાન JCBમાં વાજતે-ગાજતે ધામધૂમથી નીકળી પોતાના સાસારે પહોંચ્યા હતા, જેને જોઈ આજુબાજુનાં ગ્રામજનો તેમજ લગ્નમાં પધારેલા મહેમાનોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here