વરરાજાને કન્યા વગર જ માર ખાઈને પાછા જવું પડ્યું. ઉપરથી ગાઝિયાબાદ પોલીસે વરરાજા અને તેના પિતા વિરુદ્ધ FIR નોંધી છે. ગાઝિયાબાદમાં નિકાહની થોડી જ ક્ષણો પહેલાં 10 લાખ રૂપિયાની ડિમાન્ડ કરવી વરપક્ષને ભારે પડી ગઈ. કન્યા પક્ષને એ વાત પસંદ ન આવતાં દુલ્હાને ઢોરમાર માર્યો.
Visit Saurashtra Kranti Homepage here
ગાઝિયાબાદના મોહમ્મદ અનસે જણાવ્યું કે તેણે પોતાની બહેન તયબ્બા અસદના નિકાહ આગ્રાના મુઝમ્મિલ હુસૈન સાથે નક્કી કર્યા હતા. 12 ડિસેમ્બરે ગાઝિયાબાદમાં વૃંદાવન મેરેજ હોલમાં દુલ્હો જાન લઈને પહોંચ્યો હતો.
જમણવાર બાદ વરરાજા અને તેના પિતાએ કન્યાપક્ષ પાસે 10 લાખ રૂપિયાની માગ કરી હતી. રકમ ન મળવા પર દુલ્હન જોડે નિકાહ કરવાની ના પાડી દીધી.કન્યાપક્ષ પ્રમાણે, તેઓ 3 લાખ રૂપિયા કેશ અને હીરાની વીંટી પહેલાં જ આપી ચૂક્યા હતા. નિકાહમાં 8 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
હવે તેઓ વધુ ખર્ચ કરવા સક્ષમ નહોતા, પરંતુ વરપક્ષે 10 લાખ વગર નિકાહ કરવા ન બેસતાં હોબાળો મચી ગયો હતો. કન્યાપક્ષે દુલ્હાને માર માર્યો. જાનૈયાઓએ તેને બચાવ્યો અને પાછો લઈ ગયા. દર વખતે છેલ્લી ક્ષણે કન્યાપક્ષ પાસેથી દહેજમાં વધુ રોકડ માગે છે અને ન આપે તો નિકાહ તોડી નાખે છે.
Read About Weather here
તેની સામે આવા અનેક કેસ નોંધાયેલા છે.યુવતીના ભાઈ મોહમ્મદ અનસે જણાવ્યું હતું કે નિકાહ રદ થયા બાદ તેમણે દુલ્હા મુઝમ્મિલ હુસૈન વિશે તપાસ શરૂ કરી. આ પહેલાં પણ તેણે આવા ઘણા નિકાહ કર્યા હોવાનું બહાર આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here