વડોદરામાં આવાસ યોજનાના ફોર્મ લેવા જબરી ધક્કામુક્કી, 50થી વધુ ઘાયલ

વડોદરામાં આવાસ યોજનાના ફોર્મ લેવા જબરી ધક્કામુક્કી, 50થી વધુ ઘાયલ
વડોદરામાં આવાસ યોજનાના ફોર્મ લેવા જબરી ધક્કામુક્કી, 50થી વધુ ઘાયલ
રાવપુરા ખાતે આવેલી સસ્તા આવાસ યોજનાની કચેરી પર અવ્યવસ્થાને કારણે સર્જાઇ ઘટના: મનપાના અણઘડ વહીવટ સામે લોકોમાં જબરો રોષ અને ઉહાપોહ
વડોદરા ખાતે સસ્તા આવાસની યોજનાના ફોર્મ મેળવવા માટે સવારથી અરજદારોની લાંબી લાંબી કતારો લાગી હતી

Visit Saurashtra Kranti Homepage here

ત્યાં બપોરે અચાનક ભારે અવ્યવસ્થાને કારણે ભારે દોડધામ અને ધક્કામુક્કી સર્જાતા 50થી વધુ લોકો ધાયલ થયા છે. કાલથી લોકો સસ્તા આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે લાઇનમાં ઉભા હતા.

પરંતુ બપોર સુધી વારો ન આવતા જબરી ધક્કામુક્કી મચી ગઇ હતી અને ભારે અવ્યવસ્થા ઉભી થઇ ગઇ હતી. શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી એફોરડેબલ હાઉસીંગ યોજનાની કચેરી ખાતે આ ઘટના બની હતી.

લોકો સવારથી કતારમાં ઉભા હતા પણ પધ્ધતીસરના આયોજન અને વ્યવસ્થાનો અભાવ હોવાથી ધક્કામુક્કી થઇ ગઇ હતી. લોકો એક બીજાને કચડીને બારી તરફ ધસારો કરતા દેખાયા હતા. જેના કારણે 4 ડઝનથી વધુ લોકોને ઇજા થઇ છે.

ફોર્મ મેળવવા માટે ઓછી બારી હોવાથી પડાપડી થઇ ગઇ હતી. વડોદરા મનપાના અણઘડ વહીવટી સામે અરજદારોમાં જબરો રોષ ફાટી પડયો છે અને ઉહાપોહ મચી ગયો છે. વ્યવસ્થા સંભાળવવા માટે કચેરી પર પોલીસ દોડી ગઇ હતી.

અત્યાર સુધીમાં આવાસના ફોર્મ માટે 2900 લોકોને ટોકન આપવામાં આવ્યા છે જયારે 2135 આવાસ માટે જ ફોર્મ આપવાના છે. આ ઘટનાએ શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે.

Read About Weather here

ઘટનાની જાણ થતા જ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવત આવાસ કચેરી પર દોડી ગયા હતા અને મનપા તંત્રના ગેરવહીવટ સામે રોષ વ્યકત કરી આકરા પ્રહારો કર્યા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here