વડોદરાની જીઆઈડીસીમાં નાઈટ્રેટ ફેકટરીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી: 6 કામદારો ઘાયલ

ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
અત્રેના નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દીપક નાઈટ્રેટ નામની કેમીકલ બનાવતી કંપનીમાં ગઈકાલે સાંજે પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટના કારણે 6થી વધારે કામદારો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે વધુમાં મળતી જાણકારી અનુસાર દીપક નાઈટ્રેટ કંપનીમાં સાંજે 6 વાગ્યાની આસપાસ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ ઘટનાને પગલે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. કેમીકલ ભરેલા ટેન્કરમાં આગ લાગવાના કારણે આસપાસ રહેતા 200 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

Read About Weather here

આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ફાયર વિભાગની ચાર ટીમોએ આવીને આગને કાબુમાં લીધી હતી. આ આગમાં કંપનીમાં કામ કરતા 6 કારીગરો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here