આ સિદ્ધિ મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય અને એશિયન છે. શહેરના પ્રતાપગંજની સ્કૂલમાં 12 વર્ષ સુધી અંગ્રેજી અને સમાજશાસ્ત્ર ભણાવનારાં શિક્ષિકા મેરી એન્ટોની લંડન નજીકના ટાઉન રોયસ્ટોનનાં મેયર બન્યાં છે. આ સિદ્ધિ માટેનું શ્રેય તેમણે અહીં કરેલી સામુદાયિક સેવાને આપ્યો હતો. તેઓ વડોદરામાં રોઝરી સ્કૂલમાં 1995થી 2007 સુધી શિક્ષિકા રહ્યાં હતાં.મૂળ કેરળનાં અને વડોદરાનાં સુભાનપુરામાં રહી ચૂકેલાં મેરી એન્ટોનીએ જણાવ્યું હતું કે કોમ્યુનિટી સર્વિસમાં હું અગાઉથી જ જોડાયેલી હતી.
Visit Saurashtra Kranti Homepage here
અહીં રોયસ્ટોનમાં આવ્યા બાદ પણ હું કામગીરી કરતી હતી, જેથી મારો લોકસંપર્ક વધી ગયો હતો. આ કારણસર કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલી ન હોવા છતાં મેયર બની શકી. હકીકતમાં લોકલ બિઝનેસને કેવી રીતે વધારવો એ માટે રચાયેલી એક પાર્ટીમાં હતી.આ શહેરની વસતિ 25 હજારની આસપાસ છે. અહીં 44 ભારતીય કુટુંબ છે, જેમાં વડોદરા ઉપરાંત ભારતનાં ઘણાં રાજ્યોના લોકો રહે છે.
Read About Weather here
વડોદરાના સંસ્મરણ વાગોળતાં તેમણે જણાવ્યું હતું કે ‘વડોદરામાં ગરબાનું સંગીત મને ગમતું હોવાથી એને જોવા જતી હતી. વડોદરાના ડો.રોબિન સાથે લગ્ન કર્યા બાદ રોયસ્ટોનમાં જ સ્થાયી થઇ ગયાં છીએ. આ શહેર ખૂબ હરિયાળું છે અને વ્યાપારનું કેન્દ્ર હોવાથી આસપાસનાં ઘણાં ગામોના લોકો અહીં ખરીદી કરવા આવે છે. એ પાર્ટીએ પહેલીવાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેઓ અનેક સંસ્થા સાથે જોડાયેલાં છે અને વડીલો-બીમારોની સેવા કરે છે. તેમના પતિ ડો.રોબિન આઇપીસીએલ સાથે જોડાયેલા હતા. તેમને રિયા અને રિવ નામનાં બે સંતાન છે.રોયસ્ટોન લંડનથી 50 કિમીના અંતરે છે.મેરી એન્ટોની રોયસ્ટોન ટાઉન પાર્ટી સાથે જોડાયેલાં છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here