તુવેર, ધાણા, ચણા, ઘઉં, લસણ, ડુંગળીના પાકને નુકસાનનો ભય
સમગ્ર દેશના ઋતુ ચક્રમાં વારંવાર ફેરફાર સર્જાતા હોય તેમ ગુજરાતમા પણ વારંવાર ઋતુ પરિવર્તન જોવા મળે છે. છેલ્લા થોડા દિવસોમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ જોવા મળ્યો છે.
Read National News : Click Here
વડિયા વિસ્તારમાં ઠંડી સાથે વાદળછાયા વાતાવરણ બાદ બપોરથી વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં મુખ્ય બજાર અને શેરીઓમાં જાણે ચોમાસાના વરસાદની જેમ પાણી જોવા મળ્યા હતા. આ કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરોમાં લહેરાતા પાક પર સંકટના વાદળો છવાતા જોવા મળ્યા હતા.
Read About Weather here
જેમાં તુવેર, ધાણા, ચણા, ઘઉં, લસણ, ડુંગળીને નુકસાનની ભીતિથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. તો બીજી બાજુ કોરોના સંક્રમણ વચ્ચે ઋતુ પરિવર્તનથી વાઇરલ રોગચાળો પણ વધવાની શક્યતા વર્તાઈ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here