વડાપ્રધાન મોદીનો નેપાળ પ્રવાસ

વડાપ્રધાન મોદીનો નેપાળ પ્રવાસ
વડાપ્રધાન મોદીનો નેપાળ પ્રવાસ
અહીં તેમણે નેપાળમાં ભારતની પહેલ પર બની રહેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ કર્યો. આ જગ્યાએ બૌદ્ધ પરંપરા પર સ્ટડી કરવામાં આવશે.આ પહેલા નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ હેલિપેડ પર તેમનું સ્વાગત કર્યું. બંને વડાપ્રધાનોએ માયા દેવી મંદિરમાં પૂજા-અર્ચના કરી. ત્યાર બાદ તેમણે પુષ્કર્ણી તળાવની પરિક્રમા કરી. તેની સાથે-સાથે તેમણે પવિત્ર બોધિ વૃક્ષની પણ પૂજા કરી હતી.વડાપ્રધાન મોદી 2566મી બુદ્ધજયંતીની ઉજવણીમાં પણ હાજરી આપશે. તેઓ બૌદ્ધ વિદ્વાનો અને સાધુઓ સહિત નેપાળ તથા ભારતના લોકોને સંબોધન કરશે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન મોદીનો નેપાળ પ્રવાસ વડાપ્રધાન

PMની આ મુલાકાતનો હેતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરા સાથે નેપાળ-ભારત વચ્ચે સદીઓ જૂના ધાર્મિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે.વડાપ્રધાન નેપાળમાં ભારતની પહેલ પર બનાવવામાં આવી રહેલા ઈન્ડિયા-ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજની આધારશિલા મૂકશે. આ જગ્યા પર બૌદ્ધ પરંપરાનો અભ્યાસ થશે.ભારત અને નેપાળના વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય એવી શક્યતા છે. આ બેઠકમાં બંને દેશ વચ્ચે સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે સહયોગ વધારવા માટે ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન મોદીના સન્માનમાં ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો છે, જેમાં નેપાળી પીએમ તેમની કેબિનેટ સાથે હાજર રહેશે.

વડાપ્રધાન મોદીનો નેપાળ પ્રવાસ વડાપ્રધાન
વડાપ્રધાન મોદીનો નેપાળ પ્રવાસ વડાપ્રધાન

Read About Weather here

નરેન્દ્ર મોદીએ 2014ના નેપાળ પ્રવાસમાં આ બોધિવૃક્ષ ભેટ આપ્યું હતું, આજે તેઓ એને પાણી આપવા પહોંચશે.

PM મોદી 2014થી અત્યારસુધી ચાર વખત નેપાળની મુલાકાત લઈ ચૂક્યા છે. એ જ સમયે 2019ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ આ તેમની પ્રથમ નેપાળ મુલાકાત છે. પીએમ મોદીએ તેમની છેલ્લી મુલાકાતમાં કાઠમંડુમાં પશુપતિનાથ મંદિર, જનકપુર ધામમાં જાનકી માતા મંદિર અને મુસ્તાંગમાં મુક્તિનાથ મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી તેણે વારાણસીમાં વિધવાઓ માટે શેલ્ટર હોમનો પણ પાયો નાખ્યો.નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ તાજેતરમાં તેમની ભારત મુલાકાત દરમિયાન નવી દિલ્હી અને વારાણસીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કાશી વિશ્વનાથ અને કાલ ભૈરવ મંદિરમાં પૂજા- અર્ચના કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here