વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ આટકોટમાં: તૈયારીઓનો ધમધમાટ

SaurshtraKranti logo
રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 200 બેડની અધ્યતન કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલનું લોકાર્પણ આગામી તા. 28નાં રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવનાર છે. જે સંદર્ભે આજ રોજ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્રના અપેક્ષિત શ્રેણીના પદાધિકારીઓની અગત્યની બેઠક યોજાયેલ હતી. તા.28 ના પ્રધાનમંત્રીના કાર્યક્રમને ભવ્ય સફળતા માટે સૌ હોદેદારોને અનુરોધ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં ચૂંટણી તૈયારીઓમાં સતત એકશનમાં આવી રહેલા ભાજપ દ્વારા એક તરફ પક્ષના સંગઠનને દોડતુ કરવામાં આવ્યું છે અને તેના મારફત એક બાદ એક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.

આજે બેઠક પૂર્વે પાટીલના હસ્તે સુપોષણ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું હતું. આ અંગે મીડિયા સાથે વાત કરતા પાટીલે જણાવ્યું હતું કે, રૂ.40 કરોડના ખર્ચે પટેલ સેવા સમાજ ટ્રસ્ટે બનાવેલી 200 બેડની કે.ડી.પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ માટે 28 મેના જસદણના આટકોટ ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા અતિ કુપોષિત બાળકોને દત્તક લઇ તેને સુપોષિત બનાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 3300 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. અને જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદોએ કુપોષિત બાળકોને દત્તક લીધા છે.

આજે સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટ સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ છે. જેમાં 7 જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના કાર્યકરો સાથે યોજાઈ છે. આજની બેઠકમાં મહત્ત્વનું છે કે, પાટીલનો વન ડિસ્ટ્રીક્ટ વન ડેનો કાર્યક્રમ છે. જે હવે સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લામાં તેઓ આગામી સમયમાં યોજવા જઈ રહ્યા છે.

Read About Weather here

આજની બેઠકમાં તે અંગે પણ પાટીલ તમામ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે ચર્ચા કરી હતી. વન ડિસ્ટ્રીક્ટ વન ડે કાર્યક્રમ મારફત સી.આર. પાટીલે ફક્ત પક્ષના કાર્યકર્તાઓ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં મહત્ત્વપૂર્ણ મેસેજ જાય તેવું આયોજન કર્યું છે. હાલમાં જ સુરતમાં વન ડિસ્ટ્રીક્ટ વન ડે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં રાજ્યભરના તમામ જિલ્લા પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા. આ મોડેલથી દરેક જિલ્લામાં તેઓ કાર્યક્રમ યોજશે. જેમાં પાટીલના આગમન સાથે રોડ શો, કાર્યકર્તા સંમેલન, પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક અને એક જાહેરસભાનો સમાવેશ કરાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here