વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે ધુન-ભજનના કાર્યક્રમો

ભારતમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે: વડાપ્રધાન
ભારતમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે: વડાપ્રધાન


કાલે સાંજે 5 કલાકે મહિલા મોરચાના તમામ બહેનોને ઉપસ્થિત રહેવા અનુરોધ

શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા અને લીનાબેન રાવલની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે, પંજાબમાં કોંગ્રેસની સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંજાબના ફિરોઝપુર જિલ્લામાં પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વના ઈશારે વડાપ્રધાનની

Visit Saurashtra Kranti Homepage here

સુરક્ષામાં બેદરકારી દાખવી પંજાબની કોંગ્રેસ સરકારની દુષીત માનસિકતા છતી કરી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આરોગ્ય,સુખાકારી માટે દિર્ઘાયુ માટે શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરના તમામ વોર્ડના મંદિરોમાં ધુન- ભજન સહીતના કાર્યક્રમો યોજાશે.

જેમાં વોર્ડ -1માં ગંગેશ્ર્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ, વોર્ડ-2 માં ખોડીયાર મંદીર ભોમેશ્વર સોસાયટી , વોર્ડ-3 માં ગીતામંદિર, વોર્ડ-4 માં મધુવન મંદીર,વોર્ડ-5 માં પ્રજાપતી સોસાયટી મંદીર, વોર્ડ-6 માં મેલડી માતાજીનું મંદીર,

વોર્ડ-7 માં પંચનાથ મંદીર, વોર્ડ-8માં સર્કીતન મંદીર, વોર્ડ-9માં ચંદ્રમૌલેશ્વર, મહાદેવ મંદીર, વોર્ડ-10માં ગોખકામેશ્વર મંદીર, વોર્ડ-11માં શ્યામશ્વર મહાદેવ મંદીર, વોર્ડ-12માં જડેશ્વર મહાદેવ મંદીર, વોર્ડ-13માં શનેશ્વર મહાદેવ મંદીર, વોર્ડ-14માં ગોપાલ ચોરા મંદીર, વોર્ડ-15માં સિધ્ધેશ્વર મહાદેવ મંદીર,

Read About Weather here

વોર્ડ-16માં રાંદલ માતાજીનું મંદીર, વોર્ડ-17માં ત્રીશુલ ચોક રામશ્વર મંદીર, વોર્ડ-18માં રણુજા મંદીર ખાતે ધુન-ભજન સહીતના કાર્યક્રમ યોજાશે. તો આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહિલા મોરચાના તમામ મહિલાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા અને લીનાબેન રાવલએ જાહેર અનુરોધ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here