વખાણ સાંભળીને આવતા ઉતારૂઓ ખરતા કાંગરા જોઇ અવાચક…

વખાણ સાંભળીને આવતા ઉતારૂઓ ખરતા કાંગરા જોઇ અવાચક…
વખાણ સાંભળીને આવતા ઉતારૂઓ ખરતા કાંગરા જોઇ અવાચક…

રાજકોટના ઢેબર રોડ પર આવેલ બસ સ્ટેન્ડના વખાણ સાંભળીને આવતા ઉતારૂઓ ખરતા કાંગરા જોઇ અવાચક થઇ જાય તેવા દ્રશ્યો જોવા મળે છે.

રાજકોટનાં ઢેબર રોડ પર આવેલ જુના બસ સ્ટેન્ડની જગ્યાએ અદ્યતન સુવિધાસભર નવું બસપોર્ટ બનાવવામાં આવ્યું છે. જોકે એરપોર્ટને પણ ઝાંખા પાડે તેવા બસપોર્ટમાં ખાટલે મોટી ખોટ હોય તેમ સુવિધાનો અભાવ જોવા મળ્યો છે.

થોડા મહિના પહેલા 25 જાન્યુઆરીનાં રોજ નવા બસપોર્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવ્યું હતું જોકે આજે મહિનાઓ બાદ બસ સ્ટેશનની હાલત કફોડી બની ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે આશરે 154 કરોડનાં ખર્ચે તૈયાર થયેલું બસપોર્ટ અનેક પાયાઓની સુવિધાથી વંચિત છે. મુસાફરોને વેઈટીંગ રૂમમાં બેસવાની જગ્યાનો અભાવ, પાણીનાં પ્રશ્નો, પાર્કિંગનાં પ્રશ્નો ઉભાને ઉભા છે તેવી લોકચર્ચાઓ થઇ રહી છે. આ ઉપરાંત ઘણીખરી જગ્યાએ ગંદકીનાં ગંજ પણ જોવા મળ્યા હતા. તેમજ લાઈટીંગનાં વાયરો પણ નીચે લબડતા જોવા મળતી હોવાની પણ વાત સામે આવી રહી છે.

વખાણ સાંભળીને આવતા ઉતારૂઓ ખરતા કાંગરા જોઇ અવાચક… જોઇ

પીપીપીનાં ધોરણે બનેલા આઈકોનિક બસ ટર્મિનલ 11,178 ચો.મી.નો વિસ્તાર ધરાવે છે. માત્ર કાગળ પર જ વાંચી શકાય તેવી મોટી-મોટી વાતો અધિકારીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવી હતી પરંતુ હકિકત તો એવી છે કે એરપોર્ટ જેવા આધુનિક બસપોર્ટમાં મુસાફરોને રીફ્રેશ થવા માટેની સવલતો આપવાની વાત હતી જોકે ત્યાં જનરલ યુરિનલનાં પણ ફાફા હોય તેવું લાગી રહ્યું છે.

એકબાજુ રાજકોટનાં બસપોર્ટનો બહારથી અદભુત નજારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ અંદર ડોકયું કરીએ તો પાયાની સુવિધા જ પુરતી નથી. અનેક જગ્યાઓ પર તિરાડો થઇ ગઇ છે.

ઉપરાંત અનેક દિવાલોમાંથી લાદીઓ પણ ઉઘડીને ગુમ થઇ ગઇ છે. પીવાના પાણીની પણ યોગ્ય સુવિધા નથી. બસપાર્કિગ જે આરસીસીનું બનાવવામાં આવ્યું છે. તે પણ ધીમે ધીમે તુટવા લાગ્યું છે. ઢેબર રોડ પર આવેલા બસ સ્ટેન્ડની શકલ બદલીને એરપોર્ટને પણ ટુંકુ પાડે તેવું બસપોર્ટ ઉભું કરવામાં આવ્યું છે.

વખાણ સાંભળીને આવતા ઉતારૂઓ ખરતા કાંગરા જોઇ અવાચક… જોઇ

આ બસપોર્ટમાં ચાર માળ ખડકવામાં આવ્યા છે. રાજકોટના નવા બસ સ્ટોપ 156 કરોડ રૂપિયાના ખર્ચે 11,178 ચોરસ મીટર બસપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. બસપોર્ટમાં 20 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા સાથે બસપોર્ટના બે માળ તેમજ તેમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની પણ સુવિધા છે.

Read About Weather here

આ ઉપરાંત રિટેલ, સુપર માર્કેટ, શોપિંગ મોલ, ગેમ ઝોન, જિમ, મલ્ટીપ્લેક્ષ સિનેમા, હોટેલ અને ફૂડકોર્ટ અને કેન્ટીન, વ્હીલચેર, આધુનિક પ્રતિક્ષા ખંડ વગેરે પણ છે. રાજકોટ શહેરને સૌરાષ્ટ્રનું મેન મથક માનવામાં આવે છે, ત્યારે સૌથી વધુ મુસાફરો અહીંથી અવર જવર કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here