લો બોલો… કિમ જોંગ ઉન થયા દૂબળા..! ​

લો બોલો... કિમ જોંગ ઉન થયા દૂબળા..! ​
લો બોલો... કિમ જોંગ ઉન થયા દૂબળા..! ​
ઉત્તર કોરિયાની સરકારી એજન્સી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ આ બેઠક વિશે વધારે કોઈ માહિતી આપી નથી, પરંતુ કિમ જોંગ ઉનનું વજન ઘણીવાર વધ-ઘટ થતું રહે છે. દુનિયાના સૌથી ક્રૂર તાનાશાહમાં સામેલ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની તસવીર દુનિયામાં ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.

Visit Saurashtra Kranti Homepage here

આ તસવીરમાં કિમ જોંગ ઉન એટલા દૂબળા દેખાય છે કે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે. આ તસવીર ઉત્તર કોરિયાની સત્તાધીશ વર્કર્સ પાર્ટીની સેન્ટ્રલ કમિટીની બેઠકમાં લેવામાં આવી છે. આ પહેલાં પણ આ વર્ષે જ જૂનમાં પણ કિમ જોંગનું વજન ઘટ્યું હોવાના સમાચાર વાઇરલ થયા હતા.

આ મહિને તેમના કાકાના મૃત્યુ પછી તાનાશાહ કિમ દુનિયાની સામે આવ્યા હતા.

ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) દ્વારા આ ફોટો 28 ડિસેમ્બર 2021ના રોજ પબ્લિશ કરવામાં આવ્યો છે, જેમાં કિમ જોંગ ઉન રૂલિંગ વર્કર્સ પાર્ટીની સેન્ટ્રલ કમિટીની મીટિંગ દરમિયાન પાતળા દેખાયા હતા.

આ તસવીરમાં તેઓ ઘણા દૂબળા દેખાતા હતા અને તેમનો ચહેરો પણ ઘણો બદલાયેલો લાગતો હતો. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, તેમનું વજન અંદાજે 18થી 20 કિલો ઘટ્યું હોય એવું લાગે છે.

સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કિમ જોંગ ઉન દેશમાં અનાજની અછતને કારણે ઓછું ખાઈ-પી રહ્યા છે. કિમે સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી નાગરિકોને પણ ઓછું ખાવાની અપીલ કરી છે. અધિકારીઓએ એવો પણ દાવો કર્યો છે કે કિમ સંપૂર્ણ સ્વસ્થ છે.

આ પહેલાં પણ કિમ જોંગ ઉન જ્યારે ઘણા સમય સુધી દુનિયાની સામે નહોતા આવ્યા ત્યારે તેમના વિશે ઘણી અટકળો કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તેઓ પાર્ટી મીટિંગમાં દેખાયા ત્યારે ઘણા દાવા ખોટા પડ્યા હતા.

બ્રિટિશ ન્યૂઝ પેપર ધી ડેલી સ્ટાર પ્રમાણે કિમને ડોક્ટર્સે ઝડપથી વજન ઘટાડવાની સલાહ આપી હતી. તેમની ઉંમર માત્ર 37 વર્ષ છે અને ઉંચાઈ 5 ફૂટ 7 ઈંચ. તેમનું વજન કેટલું છે

તે વિશે તો ચોક્કસ માહિતી કોઈની પાસે નથી પરંતુ માનવામાં આવે છે કે, ડોક્ટર્સે તેમને ઝડપથી વજન ઘટાડવાની સલાહ આપી હતી. કદાચ આ જ કારણથી તેમણે વજન ઘટાડી દીધુ છે.

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન તેમના વિચિત્ર નિયમો બનાવવા અને એને લાગુ કરવા માટે આખી દુનિયામાં જાણીતા છે. ઓક્ટોબરમાં કિમે તેમના નાગરિકોને કહ્યું હતું કે જ્યાં સુધી દેશ 2025માં ચીન સાથેની તેમની સીમા ફરી ખોલી ના દે ત્યાં સુધી દેશના દરેક લોકોએ ખોરાક ઓછો કરવો પડશે.

સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના અંદાજ પ્રમાણે, આ વર્ષે ઉત્તર કોરિયામાં અંદાજે 8,60,000 ટન અનાજની અછત છે.કિમ જોંગ ઉને થોડા દિવસ પહેલાં જ 11 દિવસ માટે લોકોને હસવા, રોવા, શોપિંગ કરવા અને દારૂ પીવા માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.

Read About Weather here

એનું કારણ એ હતું કે ત્યારે તેમના પિતા ‘કિમ જોંગ ઈલ’ની 10મી વરસી હતી, એટલે કે તેમના પિતાના નિધનને 10 વર્ષ પૂરાં થતાં તેમણે જનતા પર આ પ્રતિબંધ લગાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here