તે મુળ સુરેન્દ્રનગરની રહેવાસી હતી અને અહીં અભ્યાસ અર્થે મહિલા હોસ્ટેલમાં રહેતી હતી
સુરેન્દ્રનગરની રહેવાસી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર જાગી,
Subscribe Saurashtra Kranti here
પ્રેમ આંધળો હોય છે એવું આપણે હંમેશાં સાંભળતા આવ્યા છીએ ક્યારેક આવી ઘટના આસપાસમાં જોવા પણ મળી જાય છે.વર્ષો પહેલા કમલ હસનની ‘એક દુજે કે લિયે ફિલ્મમાં આ વિષય તાદ્રશ રીતે પડદા પર રજૂ કરવામાં આવ્યો છે કે પ્રેમીઓ પ્રેમમાં કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. પરંતુ આવી ઘટના જ્યારે વાસ્તવિકતામાં જોવા મળે છે ત્યારે હૈયું ભરાઈ આવે છે.અમદાવાદમાં સુરેન્દ્રનગરસુરેન્દ્રનગરની રહેવાસી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં કલગી ચાર રસ્તા પાસેની મહિલા હોસ્ટેલમાં એક યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો. પોલીસે ઘટના સ્થળે જઇ જોયું તો નોટબુકના પાને લોહીથી I LOVE YOU નિખિલ, પરિવારને સાચવજો, હું તમારી લાડકી હતી. તેમ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.તપાસ કરતા જણાયું કે આપઘાત કરનારી યુવતીનું નામ પલ્લવી પંડયા છે. તે મુળ સુરેન્દ્રનગરની રહેવાસી હતી અને અહીં અભ્યાસ અર્થે મહિલા હોસ્ટેલમાં રહેતી હતી. પલ્લવીએ શું પ્રેમમાં નાસીપાસ થઇ આ અંતિમ પગલું તો નથી લીધું? તે અંગે તપાસ કરી રહી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે૧૮ વર્ષીય પલ્લવી સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર ખાતે કડું પાર્ક પાછળ રહેતી હતી અને અમદાવાદની SLU કોલેજમાં અભ્યાસ કરતી હતી બપોરે હોસ્ટેલના સિક્યુરિટી ગાર્ડે સી બ્લોકમાં પલ્લવીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી. રૂમ અંદરથી બંધ હતો જેથી પોલીસને જાણ કરતાં એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આવીને તપાસ કરતા પલ્લવીએ ગળાફાંસો ખાધો હતો.
એલિસબ્રિજ પોલીસના જણાવ્યા મુજબ રૂમમાંથી લોહીથી લખેલી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં I LOVE YOU નિખિલ, પરિવારને સાચવજો, હું તમારી લાડકી હતી વગેરે લખ્યું હતું. જેથી પ્રેમમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની શંકા પોલીસ સેવી છે. જોકે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનું એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ જણાવ્યું છે.
નિખિલ તારી સાથે બહુ સપના જોયા, પણ અધૂરા રહી ગયા જાન. આઈ લવ યુ નિખિલ. પ્લીઝ મને કોઈનું માનસિક ટોર્ચર નથી, સો પ્લીઝ કઈ બખેડો ના કરશો, પ્લીઝ હું મારી જાતે મારી મરજીથી મરી રહી છું. પ્લીઝ પ્લીઝ પ્લીઝ પ્લીઝ મને જીવવામાં રસ નથી બસ. ભગવાને માણસ જાતને બનાવીને બહુ ખોટું કર્યું છે બનાવવાની જરૂરત જ ન હતી. મને ખબર છે કે હું આવું પગલું ભરીશ એટલે ઘણાના વિશ્ર્વાસ તૂટશે એટલે પ્લીઝ સોરી પ્લીઝ મારાથી કઈ ભૂલ થઈ હોય તો સોરી બધાને. બાય.આઈ લવ યુ નિખિલ.
પરિવારમાં ભાઇને સંબોધીને પલ્લવીએ લખ્યું કે, ભાઈ તું મને બહુ વ્હાલો છે. પપ્પા, મમ્મી, બા, બાપુ બધાય તમારું ધ્યાન રાખજો. ખાસ કરીને નેહા બહેન તું મારા ઘર રહી લેજે. પ્લીઝ મને ખબર છે તું મારા વગર નહીં રહી શકે પણ પ્લીઝ નેહા પ્લીઝ મારા જેવી બનજે. જીપીએસસીની તૈયારી કરજે અને મારું સપનું તું પૂરું કરજે અને પ્લીઝ હું જતી રહી એટલે પ્લીઝ કઈ બખેડો ના કરતા પ્લીઝ શાંતિથી મરવા દેજોપપ્લીઝ પ્લીઝ મારો આખો પરિવાર તમારું ધ્યાન રાખજો.
હજુ ફરીવાર કહું છું કઈ કોઈને દોષ ના દેતા પ્લીઝપહું મારી મરજીથી મરૂ છું અને ભગવાન મારા માં મેલડી ને એટલું જ કહેવું છે કે માં પ્રેમ કરવો ગુનો છે. કેમ કોઈના મા બાપ કે ફેમિલી વાળા દીકરીને સમજતા નથી. દીકરીની જાત એ શું કઈ ગુનો કર્યો છે? માં બસ માતાજીને આટલું જ મારે કહેવું છે અને મારી નેહાનું બધા ધ્યાન રાખજો મને બહુ વ્હાલી છે. એના સિવાય મને કોઈ ગમતું નથી, અને એક મારો ભાઈ ગમે મને.
Read About Weather here
બસ હવે ખાલી એક માણસ માટે થોડું કહેવું છે. મારી જાન મારી જીંદગી મારો નિખિલ..આઈ લવ યુ જાન. પ્લીઝ નિખિલને વંચાવજો. નિખિલ જાન તું તારું ધ્યાન રાખજે. સિગરેટ ઓછી પીજે અને મમ્મી પપ્પા કહે ત્યાં મેરેજ કરી લેજે. હવે મમ્મીને હેરાન ના કરતો. પપ્પાને સામું ના બોલતો અને હું ઉપર ભલે જતી રહુ જાન પણ હું હંમેશા તારી સાથે રહીશ જાન. હંમેશા મને મારા ઘરના કહેતા કે જે બહુ વ્હાલું હોય તે વહેલા મરી જાયપસાચી વાત છે હું બહુ વ્હાલી હતી નહીં? ઓકે ચલ બાય અને પ્લીઝ કઈ બખેડો ના કરતા અને શાંતિથી રોયા વગર મારી દફન વિધિ કરી દેજો..અને હા બાપા માટે, બાપુ હવે દારૂ ના પીતા કેમ કે કહેવા વાળી હું નથી અને તમે કોઈનું માનશો પણ નહીં.
પલ્લવી એ જે રૂમમાં આપઘાત કર્યો ત્યાં દિવાલ પર પણ લખાણ છે. જેમાં લખ્યુ છે કે ‘આઈ કેન ડુ ઇટ જોકે આ વાક્ય પલ્લવીએ લખ્યું છે કે અગાઉ રહેતા કોઈ સ્ટુડન્ટ્સે લખ્યું છે તે બાબતે પણ તપાસ કરાશે. આ સિવાય સ્યુસાઇડ નોટ પલ્લવીએ લખી છે કે કેમ તે બાબતે તટસ્થ તપાસ માટે નોટને FSL માં મોકલી તપાસ કરાવવામાં પણ આવશે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here