લોધિકાના હરીપર ગામે ઈલેક્ટ્રીશને કરી રૂ.5.16 લાખની ચોરી

વિંછીયામાં જમાઈનાં સાસરીયાઓએ હાથ-પગ ભાંગી નાખ્યા
વિંછીયામાં જમાઈનાં સાસરીયાઓએ હાથ-પગ ભાંગી નાખ્યા

મકાન માલિકે રાજકોટના શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

લોધિકા તાલુકાના હરીપર (તરવડા) ગામે મકાનનું ઈલેક્ટ્રીક કામ કરવા આવેલા રાજકોટના શખ્સે રૂ.૫.૧૬ લાખના દાગીના ચોરી કરી જતા લોધીકા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ હરીપર (તરવડા) ગામે રહેતા ફિરોજભાઈ રાયમલ ભાઈ ઠેબા (ઉ.વ.૩૪) નામના સંધી યુવાને લોધીકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રાજકોટમાં દૂધ સાગર રોડ પર હેદરી ચોક પાસે રહેતો દલીલ બસીર કુલાણી નામના શખ્સને ફિરોજભાઈએ તેના નવા મકાનનું ઈલેક્ટ્રીક કામ આવેલા હોય ઈલેક્ટ્રીક કામ કરવા આવતા દલીલ એ ઘરમાં હાથ ફેરો કરી સોના ચાંદીના દાગીના કીમ રૂ.૫૧૬૦૮૯ ચોરી કરી નાસી જતા યુવાને લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
Previous articleગુજરાતમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ : તમામ વિદ્યાર્થીઓ પાસ
Next articleઅધિક કલેકટરના પી.એ ના નકલી પી.આઇ પુત્ર એ રાત લોકઅપમાં વિતાવી