લોધિકાનાં રાતૈયા ગામે દારૂની 85 બોટલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

પોલીસે કાર સહિત કુલ રૂ. ૨ લાખનો મુદ્દામાલ કબજે કરી રાજકોટનાં શખ્સની શોધખોળ આદરી

લોધિકાનાં રાતૈયા ગામની સીમમાં વાડીએ ત્રણ શખ્સોને પોલીસે દારૂની 85 બોટલ સાથે દબોચી લઇ કાર, બાઈક સહિત રૂ.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ લોધિકાનાં રાતૈયા ગામની સીમમાં દારૂનો જથ્થો ઉતારીયો હોવાની બાતમી મળતા લોધિકા પોલીસનાં પી.એસ.આઈ કે.એ.જાડેજા, કોન્સ્ટેબલ લગધીરસિંહ સહિતનાં સ્ટાફે દરોડો પડતા રાતૈયા ગામની સીમમાં વાડીએ ઓરડીમાંથી તથા કારમાંથી વિદેશી દારૂની 85 બોટલ કિંમત રૂ. 44800 ની મળી આવતા વાડીએ હાજર શૈલેષ ઉર્ફે મહાદેવ સુખ મકવાણા (રહે. મેટોડા જી.આઈ.ડીસી ગોહિલરાજ પેટ્રોલ પંપ પાછળ શ્રીનાથજી પાર્ક સોસાયટી), અશોક સુખા સીષરીયા (રહે. રાતૈયા ગામ), જયદીપ ઉર્ફે લાલો પ્રતાપ નિમાવત (રહે. ભગવતીપરા રાજકોટ) નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.

Read About Weather here

પોલીસે આરોપીની સધન પૂછપરછ કરતા દારૂનો જથ્થો રાજકોટનો અનીલસિંહ ઠાકુર નામનો શખ્સ આપી ગયો હોવાની કબૂલાત આપતા પોલીસે દારૂ, કાર, બાઈક સહિત રૂ.200300 નો મુદ્દામાલ કબજે કરી રાજકોટનાં શખ્સની શોધખોળ આદરી છે. 

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here