લોઠડાના કારખાનામાં શ્રમિકનો આપઘાત

કોઠારીયામાં માતાએ મોબાઈલમાં મશગુલ પુત્રને ઠપકો આપતા ગળાફાંસો ખાઈ આપઘાત
કોઠારીયામાં માતાએ મોબાઈલમાં મશગુલ પુત્રને ઠપકો આપતા ગળાફાંસો ખાઈ આપઘાત

માનસિક બીમારીથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તારણ ; પાડાસણ ગામે આધેડને ઝેરી જનાવર કરડી જતાં મોત

લોઠડા ગામમાં જે.કે.ગ્રીન ઇન્ડસ્ટ્રી એરિયામાં વાઇબ્રાંડ કારખાનામાં શ્રમિકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.માનસિક બીમારીથી કંટાળી યુવકે આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જ્યારે પાડાસણ ગામે આધેડને ઝેરી જનાવર કરડી જતા મોત નીપજ્યું હતું.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને હાલ રાજકોટના લોઠડા ગામે જે.કે ગ્રીન ઇન્ડસ્ટ્રીમાં આવેલા વાઇબ્રન્ટ કે.એમ.કારખાનામાં રહેતા ભરત સોમાં ચાવડા ( ઉ.વ 35) એ પોતાની ઓરડીમાં અકળ કારણોસર પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ થતાં કારખાના માલિક ભાવિનભાઈ વેકરિયાએ ફોન મારફત જાણ કરતા આજીડેમ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એમ.બી.જાડેજાએ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

Read About Weather here

જ્યારે રાજકોટના પાડાસણ ગામે રહેતા સરદાર કાળુભાઇ સિંગળા ( ઉ.વ 46 ) ને સાંજે કાળું પટેલની વાડીએ રાત્રીના કોઈ ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસર થઈ હતી. બેશુદ્ધ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જતા આધેડનું મોત નિપજ્યાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પરેશ સાંગણીએ મૃતદેહ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here