અહીં લોકોએ રૂપિયાની સાથે ડોલરનો પણ વરસાદ કર્યો હતો. ખાટડી ગામમાં મોટી સંખ્યામાં લોકોએ ડાયરાની મોજ માણી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડી ગામે યોજાયેલા બ્રિજદાન ગઢવી અને રાજભા ગઢવીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રમાં લોકડાયરાનું આયોજન હોય અને રૂપિયાનો વરસાદ ન થાય એવું ભાગ્યે જ બને.
Visit Saurashtra Kranti Homepage here
સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ખાટડી ગામે જન્મદાત્રી શક્તિ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલા ડાયરામાં પણ લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. અહીં કેટલાક લોકોએ રૂપિયાની સાથે ડોલર પણ વરસાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ બ્રિજદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના કલાકારોને માણ્યા હતા.

મૂળી તાલુકાના ખાટડી ગામે ગુરુવારની રાતે બ્રિજદાન ગઢવી, રાજભા ગઢવી, અનુભા ગઢવી, દિગુભા ચૂડાસમા સહિતના કલાકારોનો ભવ્ય ડાયરો યોજાયો હતો. આ કલાકારોએ ખાસ કરીને લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી.

Read About Weather here

આ ડાયરમાં સમગ્ર જિલ્લામાંથી ડાયરાના શોખીન લોકો આવ્યા હતા, જેમાં સાયલા સ્ટેટના સ્થાપક શેશમલ દાદાના પરિવારના અને મંદિરના મુખ્ય દાતા ધર્મેન્દ્રસિંહ વી.રાણા (પિન્ટુભાઇ), આયાના યશપાલસિંહ ઝાલા, સાયલાના અજયસિંહ ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા તથા ગોંડલના ગણેશભાઇ, રીબડાના રાજદીપસિંહ, ચંદ્રેશભાઇ પટેલ, વનરાજસિંહ રાણા, જે. પી. રાણા, પૃથ્વીરાજસિંહ પરમાર સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. આ તમામ રકમ મંદિરના લાભાર્થે વાપરવામાં આવશે.આ કાર્યક્રમમાં કલાકારો માથે રૂ. 50 લાખથી વધુની રકમનો અને ડોલરનો વરસાદ થયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here