રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓની સંસદ સુધી સાયકલ માર્ચ: સંસદ ચાલવા ન દેવી એ જનતાનું અપમાન: વડાપ્રધાન મોદી
સંસદની સતત ઠપ્પ થઇ રહેલી કાર્યવાહી ચાલુ રહે એ માટે ભાજપ અને એનડીએનાં સતત પ્રયાસો છતાં હજુ કોઇ સફળતા મળી રહી નથી. આજે સવારે સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી શરૂ થતા પહેલા ભાજપ સંસદીય દળની બેઠક યોજાઇ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.
Subscribe Saurashtra Kranti here
જેમાં વિપક્ષી વ્યૂહનો મુકાબલો કરવા માટે રણનીતિ નક્કી કરવામાં આવી હતી. બીજી તરફ સવારે કોંગ્રેસના વરીષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વિરોધ પક્ષના નેતાઓને બ્રેકફાસ્ટ બેઠક માટે બોલાવ્યા હતા. જેમાં 14 વિરોધ પક્ષોના નેતાઓ હાજર રહયા હતા. બસપા અને આમ આદમી પાર્ટીને આમંત્રણ હોવા છતાં તેના કોઇ નેતા હાજર રહયા ન હતા.
સાંસકો અને વિપક્ષોની સવારે મળેલી સુચક અને મહત્વની બેઠક બાદ પણ સંસદની કાર્યવાહી ધમાલ ભરી રહી હતી. લોકસભાની બેઠક શરૂ થયા સાથે જ વિરોધ પક્ષોએ ભારે ધાંધલ ધમાલ મચાવી દીધી હતી અને નારેબાજી કરી હતી. મોંઘવારી અને કૃષિ કાયદાના મુદ્ા ઉઠાવીને કોંગ્રેસ સહિતના વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવી દેતા લોકસભાની કાર્યવાહી ઠપ્પ થઇ ગઇ હતી. રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ સંસદ સુધી સાયકલ માર્ચ કરી હતી અને મોંઘવારી સામે વિરોધ વ્યકત કર્યો હતો.
આજે વડાપ્રધાન મોદીની હાજરીમાં ભાજપ સંસદીય દળની બેઠક બીજીવાર મળી હતી. ચોમાસુ સત્રની મધ્યમાં આવું પહેલીવાર બન્યું છે. બેઠકને સંબોધન કરતા વડાપ્રધાને કોંગ્રેસ સહિતના વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ એવી ટીકા કરી હતી કે, સંસદમાં વિપક્ષનો સતત હોબાળો એ સંસદનું અપમાન છે.
Read About Weather here
સંસદ ચાલવા જ ન દેવી એ જનતાનું અપમાન કરવા સમાન છે. ભાજપની બેઠકમાં વિપક્ષી હલ્લાને ખાળવા માટેનો વ્યૂહ નક્કી કરવામાં આવ્યો હતો. બીજી તરફ વિરોધ પક્ષોએ મોંઘવારી અને કૃષિ કાયદાના મુદ્ા ઉપર પણ આજથી સરકારને ધેરવાની રણનીતિ બનાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here