લોકપ્રેમની વરમાળા પહેરાવી લોક લાડીલા નેતાને રાજકોટના વધામણા

વિકાસનું બીજુ નામ વિજય રૂપાણીની સેવાનો રાજકોટ ઋણ સ્વીકાર કરશે
વિકાસનું બીજુ નામ વિજય રૂપાણીની સેવાનો રાજકોટ ઋણ સ્વીકાર કરશે

સેવાકીય કાર્યો, અનાથો સાથે ભોજન જેવા કાર્યક્રમો સાથે 65મો જન્મદિન અનોખી ઢબે ઉજવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ગુજરાતના રાજયપાલ અને કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના રાષ્ટ્રીય અને પ્રાદેશીક નેતાઓ તરફથી મુખ્યમંત્રી પર શુભેચ્છાઓ, અભિનંદનનો વરસાદ : રૂપાણી ભાવ વિભોર થયા

સૌપ્રથમ સવારે ભગવાનને નમન, બાદમાં વડિલ વજુભાઇના આર્શીવાદની પ્રાપ્તી, અનાથ બાળકોના નાથ બની ભોજન, સ્વામીનારાયણ મંદિરમાં હિંડોળા દર્શન સાથે જન્મદિન મનાવ્યો

સૌપહેલા સવારે નિવાસ સ્થાનેથી નિકળી ભગવાનના ચરણોમાં શીશ ઝુંકાવી વંદન, બાદમાં વડિલના આર્શીવાદ અને ત્યાર બાદ શહેરના અનાથ બાળકોની સાથે એક પંગતમાં બેસીને અનાથોના નાથ બની ભોજન કરીને આજના દિવસની શરૂઆત કરી ગુજરાતના લોકલાડીલા નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અનેક સેવાકીય કાર્યોના લોકાપર્ણ સાથે વતન રાજકોટમાં પોતાના 65 જન્મદિવસની અનોખી અને અવીસ્વમરણીય ઉજવણી કરી હતી.

લોકલાડીલા નેતાને અસીમ લોકપ્રેમની વરમાળા પહેરાવીને રાજકોટની જનતાએ પણ લોકપ્રિય નેતા પર હાર્દિક અભિનંદનનો વરસાદ વરસાવી નેતાના અનોખા અને યાદગાર ઢબે વધામણા કર્યા હતા. આ રીતે મુખ્યમંત્રી વિજયભાઇનો જન્મદિવસ રાજકોટ માટે, ભાજપ માટે અને આમ જનતા માટે યાદગાર તથા કદી ન ભુલાય તેવું સંભારણું બની રહયો છે. મુખ્યમંત્રીએ એમના જન્મદિવસની રાજકોટમાં ઉજવણી કરી અને જન્મદિનની ઉજવણીને લોકસેવાના પર્વમાં તબદીલ કરયો અનેક સેવાકીય કાર્યોમાં જાતે ભાગ લીધો હતો.

મુખ્યમંત્રીને જન્મદિને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેનકૈયા નાયડુ, ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત તેમજ કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ સહિતના ટોચના આગેવાનો, મંત્રીઓથી માંડીને પ્રદેશ ભાજપના તમામ ટોચના નેતાઓ અને સ્થાનીક આગેવાનોએ હદય પુર્વક શુભકામનાઓ પાઠવી હતી અને મુખ્યમંત્રી પર હાર્દિક અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

આજે મુખ્યમંત્રીએ પોતાના 65માં જન્મદિવસની વતન રાજકોટમાં રહીને યાદગાર ઉજવણી કરવાનું નક્કી કર્યુ હતું એ મુજબ એમણે દિવસભર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં સૌથી વધુ ઉલ્લેખનીય કાર્યક્રમમાં જનકલ્યાણ હોલ ખાતે મુખ્યમંત્રી રૂપાણીએ અનાથ બાળકોની સાથે પંગતમાં બેસીને અનાથોના નાથ બની એમની સાથે બપોરનું ભોજન લીધુ હતું રાજકોટ શહેરના તમામ ટોચના સરકારી અધિકારીઓ, મ્યુ. કમિશનર, પોલીસ કમિશનર અને સરકારના વિવિધ વિભાગના ટોચના અધિકારીઓએ મુખ્યમંત્રીને જન્મદિવસની અંતહકરણ પૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી.

સૌ પ્રથમ મુખ્યમંત્રી રૂપાણીએ સવારે નિવાસ સ્થાનેથી સિધા એમના વિસ્તારના મહાદેવ મંદિરે જઇ દર્શન કર્યા હતા અને એમના જીવનના આજના વિશેષ દિવસની પ્રભુ પ્રાર્થના સાથે શુભ શરૂઆત કરી હતી. એમણે ભોળાનાથના ચરણોમાં શીશ ઝુંકાવી આર્શીવાદ લીધા હતા એટલુ જ નહીં સમગ્ર ગુજરાતની સાડા છ કરોડની જનતાની સુખાકારી માટે અને સ્વાથ્ય માટે હદય પૂર્વક પ્રાર્થના કરી હતી. એ પછી મુખ્યમંત્રી રૂપાણી સિધાં ભાજપના વરીષ્ઠ નેતા વજુભાઇ વાળાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને વરીષ્ઠ નેતાને પગે લાગી એમના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. વજુભાઇ વાળાએ હદય પુર્વક શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણી ખુબ જ સારી કામગીરી કરી રહયા છે.

આ રીતે સૌપ્રથમ ભગવાનને શીશ નમાવી અને વડીલોના આર્શીવાદ લઇ વિજયભાઇએ સેવાકીય કાર્યોની વણઝાર સર્જી દીધી હતી. સવારે વાડુદડ ખાતે ધનીષ્ઠ વૃક્ષા રોપણ કાર્યક્રમમાં ભાગ લઇ વૃક્ષા રોપણ કર્યુ હતું. એ પછી કાલાવડ રોડ પર આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં પહોંચી દિવ્યાંગ બાળકો માટે નિર્માણ પામનારા નિવાસી ગૃહનું ભુમિપૂજન કર્યુ હતું. સવારે 11 વાગ્યે ડીએસ કોલેજ ખાતે સેવા સેતુના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિજયભાઇ રૂપાણી અનાથ બાળકો પ્રતિ કેટલી સંવેદના અને ભાવનાઓ હદયમાં ધરાવે છે તેનો વધુ એક પુરાવો આજે જોવા મળ્યો હતો. બપોરે જન કલ્યાણ હોલ ખાતે મુખ્યમંત્રીએ અનાથ બાળકો સાથે એક પંગતમાં બેસી ખુબ જ ભાવનાસીલ રીતે અનાથ બાળકો પ્રતિ પોતાની સંવેદનાઓ પ્રગટ કરી હતી અને એમની સાથે ભોજન લીધુ હતું.

આજના સૌથી ઉલ્લેખનીય અને લોક લાડીલા વિજયભાઇ રૂપાણીના હદયની ખુબ જ નજીક એવા પૂજીત રૂપાણી ટ્રસ્ટના સેવાકીયા કાર્યોમાં ભાગ લીધો હતો. કિલ્લોર ભાવનગર રોડ ખાતે સેવાકિય કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાર બાદ બપોરે ત્રણ કલાકે રામનાથ પરા પોલીસ લાઇન ગ્રાઉન્ડ ખાતે રાજકોટ પોલીસે આયોજીત કરેલા ખાસ અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપી હતી. બપોરે 4 વાગ્યે ભુપેન્દ્ર રોડ ખાતેના વિખ્યાત સ્વામીનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઇ ધન્યતા અનુભવી હતી. હજુ ઉજવણીનાં કાર્યક્રમો ચાલી રહયા છે. સાંજે પણ સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Read About Weather here

ભાજપની કચેરીમાં યોજાયેલી ખાસ બેઠક અને ભાજપના કિટ વિતરણ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી હાજરી આપી રહયા છે. આ રીતે ગુજરાતના અનોખા મુખ્યમંત્રી અને સંવેદનશીલ મુખ્યમંત્રી ગણાતા વિજયભાઇ રૂપાણીએ એમની છબી મુજબ એમના વ્યકિતગત પ્રસંગને પણ જન ચેતના અને જન સંવેદનાનું પર્વ બનાવીને લોકસેવાના કાર્યો થકી લોકોની વચ્ચે રહીને લોકો સાથે જન્મદિવસની અભુતપૂર્વ ઉજવણી કરી હતી જે રાજકોટ માટે હંમેશ માટે એક યાદગાર સંભારણુ બની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here