લોકડાઉન તો નહીં જ, સરકારના કાર્યક્રમો રદ

CM-RUPANI-GUJARAT-સંક્રમણ
CM-RUPANI-GUJARAT-સંક્રમણ

Subscribe Saurashtra Kranti here.

કોરોનાની જેટ ગતી વચ્ચે લોકોની લોકડાઉનની બીક દુર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

રાજયમાં લોકડાઉન જાહેર નહીં થાય અને દિવસનો કર્ફયુ પણ લાગુ નહીં કરાય

છેલ્લા 24 કલાકમાં સુરતમાં 450, અમદાવાદમાં 344, વડોદરામાં 146 અને રાજકોટમાં 132 નવા કેસો

દિવસભરનો કફર્યુ પણ નહીં લાગુ થાય લોકો ગભરાઇ નહીં : વિજય રૂપાણી

રાજયમાં અને ખાસ કરીને અમદાવાદમાં તમામ સુપરસ્પ્રેડરનું આજથી ચેકીંગ શરૂ

ગુજરાતમાં 24 કલાક રસીકરણ ચલાવવામાં આવી રહયું છે એ છતાં કોરોનાનો મહા રાક્ષસ અટકવાનું નામ લઇ રહયો નથી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં દૈનિક કેસોની સંખ્યામાં ફરી ઉછાળો નોંધાયો હતો અને 103 દિવસ બાદ પહેલીવાર 115 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. જયારે રાજયમાં 4નું મૃત્યુ થયાનું નોંધાયું હતું. 4 મહાનગર રાબેતા મુજબ કોરોનાના હોટસ્પોર્ટ બની રહયા છે. બીજી તરફ આજે કોરોનાની જેટ રફતાર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરીથી લોકોને આશ્ર્વાસન આપ્યું હતું કે, લોકડાઉન જાહેર થવાનું નથી. દિવસનો કર્ફયુ પણ લાગુ કરવાનો નથી એટલે લોકો ગભરાય નહીં.

દરમ્યાન વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાને કોરોના થતા હોમકવોરન્ટાઇન થઇ ગયા છે.

મુખ્યમંત્રી રૂપાણીએ આજે અમદાવાદ ખાતે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, રાજયમાં લોકડાઉન જાહેર નહીં થાય અને દિવસનો કર્ફયુ પણ લાગુ નહીં કરાય. જયાં લોકો ભેગા થયા છે એવા સીનેમા ગૃહો અને મોલ દર શનિ-રવિ બંધ રાખવાનો આદેશ અપાયો છે. લોકો ગભરાય નહીં પણ સાવચેતી રાખે. અત્યારે જેટલા કેસ આવે છે તેનાથી પાંચ ગણા વધુ બેડ તૈયાર રાખવાનો મે આદેશઆપ્યો છે. સરકાર રોજ સમીક્ષા કરતી રહે છે.

Read About Weather here

ધનવંતરી રથ, 104 અને સજીવની રથ પણ ફરી રહયા છે. પુરતા પ્રમાણમાં દવા અને ઇન્જેકસનો છે. ડોકટરનો પણ પુરતો સ્ટાફ છે. મુખ્યમંત્રીએ કહયું હતું કે, જયાં ચૂંટણીઓ ન હોતી એવા શહેરોમાં પણ કોરોના સંક્રમણ પ્રસરી રહયું છે. હવે સરકાર તમામ પગલા લઇ રહી છે. અત્યારે એટલે જ શાળા-કોલેજોમાં 10 એપ્રીલ સુધી પ્રત્યક્ષ શિક્ષણ બંધ રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 450, અમદાવાદમાં 344, વડોદરામાં 146, રાજકોટમાં 132, ભાવનગરમાં 32, જામનગરમાં 28, કચ્છમાં 17, જૂનાગઢમાં 12, અમરેલીમાં 9, મોરબીમાં 5, સુરેન્દ્રનગરમાં 4 અને ગાંધીનગરમાં 27 નવા કેસો નોંધાયા હતા.અમદાવાદમાં આજથી સુપર સ્પ્રેડરનું સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. તમામ ફેરીયા, કરીયાણાના વેપારી, રીક્ષા ચાલકો, ફુડ ડીલવરી બોય, કડીયા, દવાના દુકાનદારો અને સ્ટાફ, શાકભાજી વાળા આ તમામનું આજથી કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરતની કાપડ માર્કેટ બે દિવસ બંધ કરી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here