લોકડાઉનનો ડર!, રાજકોટમાં પાન-મસાલા-ગુટખામાટે લાગી લાઇનો

327
રાજકોટ
રાજકોટ

રાજકોટમાં આવેલા પાન-બીડીની હોલસેલ દુકાનો બહાર લોકોએ લાંબી લાઈનો

રાજકોટ,

Subscribe Saurashtra Kranti here

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ૨૦ શહેરમાં રાત્રી કર્ફ્યુંની જાહેરાત કરી હતી. આ રાત્રી કર્ફ્યું રાત્રીના ૮ કલાકથી સવારે ૬ કલાક સુધી લાગુ રહેશે. જોકે કર્ફ્યુંની જાહેરાત પહેલા સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગવાની અફવા ફેલાઈ હતી અને તેના પગલે રાજ્યના અનેક શહેરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના એવો ફફડાટ હતો કે રાજકોટમાં તો વ્યવસનીઓએ પાન બીડીની હોલસેલની દૃુકાનો બહાર લાંબી લાઈનો લગાવી દીધી હતી.

નોંધનીય છે કે, આ પહેલા ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ ગુજરાત સરકારને ટકોર કરી હતી કે રાજ્યમાં બે ત્રણ દિવસનું લોકડાઉન અથવા કર્યુની જરૂરત છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટે સરકારને આ ટકોર કરી હતી. ત્યાર બાદથી જ સમગ્ર રાજ્યમાં લોકાડઉન લાગુ થવાની અફવા ફેલાઈ હતી અને લોકો કરિયાણુ, શાકભાજી લેવા દોડાદોડી કરી રહૃાા હતા. જોકે આ લોકડાઉનની અફવામાં વ્યસનીઓ પણ પાન બીડી લેવા લાઈનોમાં ઉભી ગયા હતા. ગત લોકડાઉનનાં વ્યસનીઓને પડેલી મુશ્કેલીને જોતાં આગામી સમયમાં જો લોકડાઉન જાહેર કરવામાં આવે તો અત્યારથી જ વ્યસનનો સ્ટોક કરી લેવા માટે બંધાણીઓએ પડાપડી કરી દીધી હતી.

રાજકોટ જિલ્લાના ધોરાજી સ્ટેશનના રોડ પર આવેલા પાન-બીડીની હોલસેલ દૃુકાનો બહાર લોકોએ લાંબી લાઈનો લગાવી દીધી હતી. રાજ્યમાં લોકડાઉન લાગશે તેવી ધારણાએ બંધાણીઓ પાન અને બીડી સહિતની વસ્તુઓ લેવા માટે દોટ મૂકી હતી. જેને કારણે પાન અને બીડીની દૃુકાનો બહાર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.

Read About Weather here

એટલું જ નહીં રાજકોટમાં મોલની બહાર પણ જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકોએ પડાપડી કરી મૂકી હતી. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં લોકોએ મોલ અને પાન મસાલા બીડી માટે રીતસરની લાઈનો લગાવી દીધી હતી. જેને કારણે અફરાતફરીનો માહોલ જોવા મળી રહૃાો છે. જોકે ગુજરાત સરકારે માત્ર કર્ફ્યુંની જાહેરાત કરી અને લોકડાઉન ન લગાવતા લોકોને થોડી રાહત થઈ હતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકોરોનાના પ્રકોપમાં નાગરિકોને ભગવાન ભરોસે ન છોડે સરકાર – શક્તિસિંહ
Next articleએન્ટિલિયા કેસ: વઝેએ કર્યો નવો ખુલાસો…