લૂટેરી દૂલ્હન…!

લૂટેરી દૂલ્હન...!
લૂટેરી દૂલ્હન...!
શાતિર દૂલ્હન ફકત ૧૫ દિવસમાં પોતાના વરરાજા બદલી નાખતી હતી. આરોપી મહિલા લગ્ન પછી ચકમો આપીને ઘરેણાં અને રોકડા લઇને ફરાર થઇ જતી હતી. મધ્ય પ્રદેશના જબલપુરમાં લૂટેરી દૂલ્હન ઉર્મિલા અહિરવાર પોતાની ગેંગ સાથે નકલી લગ્નને અંજામ આપતી હતી. ૨૮ વર્ષની ઉર્મિલા સાત લગ્ન કરી ચૂકી છે. તેણે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના યુવકોને પોતાનો શિકાર બનાવ્યા છે. લૂટેરી દૂલ્હન ઉર્મિલા જબલપુરના ધનવંતરી વિસ્તારની રહેવાસી છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે જયારે તેને પકડી તો દ્યણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.ઉર્મિલાના લગ્ન અજય અહિરવાર નામના વ્યકિત સાથે થયા હતા. લગ્ન પછી તેના પતિનું મોત થયું હતું. પતિના મોત પછી તે પિયર આવી ગઈ તી અને પોતાના માતા-પિતા સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન તેની મુલાકાત રાજસ્થાનના ભાગચંદ નામના એક યુવક સાથે થઇ હતી. બન્નેની મુલાકાત ધીર-ધીરે પ્રેમમાં બદલાઇ ગઈ હતી.ઉર્મિલાની ઘરની પાસે અર્ચના નામની એક મહિલા રહેતી હતી.

અર્ચનાએ ઉર્મિલાની મુલાકાત શ્યામ અને અમર સાથે કરાવી હતી. આ બધાને પૈસાની જરૂર હતી. જેથી તેમણે લૂટેરી દૂલ્હન ગેંગ બનાવી હતી. ઉમર અને શ્યામ દલાલનું કામ કરતા હતા. જેમના લગ્ન થયા ના હોય તેવી મોટી ઉંમરના લોકોની શોધમાં રહેતા હતા. પછી તેમને જાળમાં ફસાવતા હતા.આ ગેંગે બે વર્ષ પહેલા પોતાનો પ્રથમ શિકાર જયપુરના વિજય નામના એક વ્યકિતને બનાવ્યો હતો. ઉર્મિલાએ પહેલા વિજય સાથે લગ્ન કર્યા.

૧૫ દિવસ પછી રૂપિયા અને ઘરેણાં લઇને ફરાર થઇ ગઈ હતી. આ જ રીતે મધ્ય પ્રદેશના સાગર નામના એક યુવકને ફસાવ્યો હતો. આ સિવાય રાજસ્થાનના ધોલપુર, રાજાખેડાના યુવકને, જયપુર અને જબલપુરના યુવક સાથે લગ્ન કર્યા હતા અને પછી ભાગી ગઇ હતી. આ દરમિયાન ત્યાં રહેલા લોકોએ અર્ચના પકડી હતી અને આખા ગેંગનો પર્દાફાશ થયો હતો.

Read About Weather here

મધ્ય પ્રદેશની ઓમતી પોલીસે કાર્યવાહી કરતા લગ્નના નામે ઠગી કરતા આ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી હતી. જેમાં લૂટેરી દૂલ્હન ઉર્મિલા, નકલી માસી બનેલી અર્ચના સહિત અન્ય બે લોકો સામેલ છે.આરોપી ઉર્મિલાએ જબલપુરના દશરથ નામના વ્યકિત સાથે લગ્ન કર્યા હતા. તેણે મંદિરમાં લગ્ન કર્યા અને સાસરિયામાં જતા સમયે ચકમો આપીને ભાગી ગઇ હતી. તે પોતાની સાથે દ્યરેણા અને રોકડા પણ લઇ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here