લાલપરી તળાવ પાસે અમરગઢની 26 એકર જમીન ખાલસા

લાલપરી તળાવ પાસે અમરગઢની 26 એકર જમીન ખાલસા
લાલપરી તળાવ પાસે અમરગઢની 26 એકર જમીન ખાલસા

રાજકોટ કલેકટરનો મહત્વપૂર્ણ જોરદાર નિર્ણય: 23 દબાણકર્તાઓ સામે લેન્ડગ્રેબિંગની ફરીયાદ થશે

રાજકોટના લાલપરી તળાવ પાસે આવેલ અમરગઢ (ભીચડી)ની કરોડો કિંમતની 26 એકર અને 17 ગૂંઠા જમીન ખાલસા કરવાનો હુકમ રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુએ આ જમીન શ્રીસરકાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ જમીનમાં 23 દબાણ કર્તાઓએ દબાણ કર્યુ હતું. આ બાબતે લેન્ડ ગ્રેબીંગના કેસો પણ દાખલ કર્યા છે.છઈંઈની સુચના બાદ તત્કાલીન કલેકટર રેમ્યા મોહને ઉપરોકત 3 કેસ અંગે નોટીસો કાઢી હતી,

જેમાં ટપુ ભગવાનના વારસદાર કાનજી લાખાભાઇ વિગેરે 11 અને 15 એકર 33 ગૂંઠા જમીન માપણી મુજબ જે તે વખતના ડે.કલેકટરે વધારે આપી દિધી હતી, તો બીજા કેસમાં ટીંબા નાગજી કોટડીયા વિગેરે-2 ને જે તે તાલુકા મામલતદારે 8 એકર અને 2 ગૂંઠા જમીનનું ક્ષેત્રફળ વધારો કરી દિધું હતું,

તો ત્રીજા કેસમાં રાઘવ આંબાના વારસદાર વિગેરે 10ને એકર અને 22 ગૂંઠા જમીન જે તે ડે.કલેકટરે વધારે આપી હોવાનું છઈંઈના ઇન્સ્પેકશનમાં ખુલ્યું હતું, પરિણામે છઈંઈના પત્ર બાદ તત્કાલીન કલેકટરે આ બાબતે નોટીસો ઇશ્યુ કરી હતી.

આ જમીન રાજકોટના વિખ્યાત લાલપરી તળાવની બાજુમાં જ આવેલી છે, સરકારી જમીન જ હતી અને ત્રણ પાર્ટીને ક્ષેત્રફળ વધારી આપી દેવાયેલ.અમરગઢની ઉપ26 એકર અને 17 ગુંઠા જમીન અંગે કલેકટર અરૂણમહેશ બાબુએ

કેસો ચલાવી આખરે કરોડોની આ જમીન ખાલસા કરતો હુકમ કરી દીધો છે. 26 એકર જમીનના કુલ 3 કેસ છે, જૂના સર્વે નં. 30, નવા સર્વે નં. 5 તથા 11 થી 14 પૈકીની આ જમીન હોવાનું કલેકટરે ઉમેર્યું હતું.

સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી લાભ પુરો પાડવા 512 પ્રકારની વિવિધ યોજનાઓમાં રાજયમાં રાજકોટ અને છોટાઉદયપુર ત્રીજા નંબર પ્રાપ્ત થયો છે. જયારે પ્રથમ સ્થાને દાહોદ છે.

રાજકોટના લાલપરી તળાવ પાસે આવેલ અમરગઢ (ભીચડી)ની કરોડો કિંમતની 26 એકર અને 17 ગૂંઠા જમીન ખાલસા કરવાનો હુકમ રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુએ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

લાલપરી તળાવ પાસે અમરગઢની 26 એકર અને 17 ગૂંઠા જમીન ખાલસા કરવાનો રાજકોટ કલેકટરે મહત્વ પૂર્ણ જોરદાર નિર્ણય લીધો છે.મહાનગરપાલિકા દ્વારા રાંદરડા અને

લાલપરી તળાવને ટ્વીન લેઇન પ્રોજેક્ટ ડેવેલપમેન્ટ અંતર્ગત ડેવલપ કરી શહેરીજનોને હરવા ફરવા માટે વધુ સારી સુવિધા મળે પર્યટન સ્થળમાં વધુ એક સાઈટનો ઉમેરો કરી શકાય તેવા આશય સાથે ગઇકાલે બુધવારે મ્યુનિ. કમિશનર અમિત

અરોરાએ ટ્વીન લેઇક રાંદરડા-લાલપરી તળાવની વિઝિટ કરી હતી. આ સ્થળ મુલાકાત દરમ્યાન પ્રાણી સંગ્રહાલય તરફ આવવા જવા માટે અત્યારે એક રસ્તો ઉપલબ્ધ છે પરંતુ ઝૂ માટે એક અલાયદો અને આકર્ષક એપ્રોચ રોડ બનાવવાની આવશ્યકતા જોવા મળી હતી.

જેના અનુસંધાને કમિશનરએ નેશનલ હાઈ-વેથી પ્રાણી સંગ્રહાલય જવા આવવા માટે નવો અપ્રોચ રોડ બનાવવા માટેની સંભાવના ચકાસવા ખાસ સૂચના આપી હતી.

Read About Weather here

રાંદરડા તળાવની આસપાસના વિસ્તારોનો પણ વિકાસ થઇ શકે તે માટે નવી ટીપી સ્કીમ બનાવવા માટેની સંભાવના પણ ચકાસવા સર્વે અને માપણીની કાર્યવાહી શરૂ કરવા મ્યુનિ. કમિશનરએ ટીપીઓને સુચના આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here