રાજકોટ મનપા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે નારી ગૌરવ દિવસ અંતર્ગત લોન વિતરણ સમારોહ યોજાયો
મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
રાજ્ય સરકારે ખેતી, સિંચાઇ, આરોગ્ય સેવા, ઉર્જાશક્તિ, વીજ કનેક્શન, રમતગમત, શિક્ષણ વિગેરે તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ કામો કર્યા છે: ઉર્જા મંત્રી
રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે હાજે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે નારી ગૌરવ દિવસ અંતર્ગત લોન વિતરણ સમારોહ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રંસગે મુખ્યમંત્રીએ જણાવેલ કે, શાસ્ત્રોમાં કહ્યું છે કે, જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને રિદ્ધિ સિદ્ધિ આવે છે. ભાજપની સરકાર મહિલાઓનું સન્માન થાય અને તેઓ ગૌરવભેર સમાજમાં સ્થાન મેળવે તેવી સંવેદનશીલતાને અનુસરે છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે જનસેવાઓના અનેક કાર્યો દરેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓને મળી રહેલા લાભો જોઈને વિરોધીઓના પેટમાં તેલ રેડાય છે.
Subscribe Saurashtra Kranti here
આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલએ જણાવેલ કે, રાજ્ય સરકારે ખેતી, સિંચાઇ, આરોગ્ય સેવા, ઉર્જાશક્તિ, વીજ કનેક્શન, રમતગમત, શિક્ષણ વિગેરે તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ કામો કર્યા છે. પ્રજાએ માગ્યું ન હોય તો પણ સરકારે સામેથી આપ્યું છે. અમને તેના થકી જ પ્રજાનો વિશ્વાસ મળ્યો છે. રાજકોટની પાણીની કટોકટીમાં ટેન્કર અને ટ્રેન દ્વારા પાણી આપવામાં આવતું હતું. ગામડાઓની પણ એવી જ સ્થિતિ હતી. પરંતુ ભાજપની સરકારે પાણીની કટોકટીને ભૂતકાળ બનાવી દીધી છે.
રાજ્ય સરકાર દ્વારા રાજકોટને એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સૌની યોજના, જી.આઈ.ડી.સી.માં રાજકોટ થી અમદાવાદ સિક્સ લેન રોડ, સૌરાષ્ટ્ર અને ધોલેરા ખાતે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ટુરીઝમ ક્ષેત્રે વિકાસ કર્યો છે જેમાં ઓખા અને બેટ દ્વારકાને જોડતા બ્રિજનું નિર્માણ તથા શિવરાજપુર બીચનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, બહેનોને રોજગારી માટે 0%ના વ્યાજથી લોન આપવામાં આવશે. જે માટે રૂ. 100 કરોડની ફાળવણી કરાઈ છે. જે અંતર્ગત 10,000 મંડળની 1 લાખ બહેનોને લોન આપવામાં આવશે. આ લોનના વ્યાજની રકમ રાજ્ય સરકાર ભોગવશે. મુખ્યમંત્રી વક્તવ્ય બાદ બહેનોના મંડળોને મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.નારી ગૌરવ દિવસની ઉજવણીમાં શહેરી વિકાસમાં 200 અને ગ્રામ્ય વિસ્તારમાં 200 મળી કુલ 400 લાભાર્થીઓને લાભ મળનાર છે.
Read About Weather here
આ પ્રંસગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે. મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમાર, પ્રદેશ ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન કલ્પકભાઈ મણીઆર, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા તથા શહેરની જુદી જુદી બેન્કના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here