લાકડાના સ્ટીમ્બરમાં બનાવેલી રેસ્ટોરન્ટમાં આગ !

સ્ટીમ્બરમાં બનાવેલી રેસ્ટોરન્ટ
સ્ટીમ્બરમાં બનાવેલી રેસ્ટોરન્ટ

5 ફાયર ફાઇટર દોડી ગયા

રેસ્ટોરન્ટમાં આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી

Subscribe Saurashtra Kranti here

રાજકોટના રિંગ રોડ-2 પર આવેલી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા 5 ફાયર ફાઇટર દોડી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલા જ આખી રેસ્ટોરંટ બળીને ખાખ થઇ ગઇ હતી. લાકડાના સ્ટીમ્બરમાં રેસ્ટોરંટ બનાવવામાં આવી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.

રેસ્ટોરન્ટ
રેસ્ટોરન્ટ

Read About Weather here

જોકે રેસ્ટોરંટમાં આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. થોડીવાર માટે તો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ સર્જાય નથી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here