લગ્ન માટે એક રૂપિયો પણ આપ્યો નથી : નુસરત

લગ્ન માટે એક રૂપિયો પણ આપ્યો નથી : નુસરત
લગ્ન માટે એક રૂપિયો પણ આપ્યો નથી : નુસરત
એક ઇન્ટરવ્યૂમાં નુસરતે આ અંગે વાત કરી હતી. નુસરત તથા નિખિલ જૈને 2019માં તુર્કીમાં લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડાં સમય બાજ જ બંને અલગ થઈ ગયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

બંગાળી એક્ટ્રેસ તથા તૃણમૂલ કોંગ્રેસ સાંસદ નુસરત જહાંએ નિખિલ જૈન સાથેના પોતાના પહેલા લગ્ન અંગે થયેલા વિવાદ પર હવે મૌન તોડ્યું છે.

નુસરતે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘નિખિલે લગ્નમાં કોઈ ખર્ચો કર્યો નથી. તેણે હોટલના બિલ પણ ભર્યા નથી. મારે તેને કંઈ જ કહેવું નથી. હું ઈમાનદાર છું. મારી ઇમેજ ખોટી રીતે બતાવવામાં આવી છે. હવે હું બધું જ ક્લિયર કરી રહી છું. કોઈને દોષ આપવો સરળ છે, પરંતુ મેં આવું કર્યું નથી.’

નિખિલ તથા નુસરતે તુર્કીમાં 19 જૂન, 2019ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશનના આધારે લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડા સમય બાદ નુસરત તથા નિખિલ અલગ થઈ ગયાં હતાં. ત્યારબાદ નુસરત પ્રેગ્નન્ટ થઈ હતી.

આ સમયે નિખિલે આ બાળક પોતાનું ન હોવાની વાત કહી હતી તો નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન કાયદેસર રીતે માન્ય નથી અને તેથી જ ડિવોર્સ લેવાનો સવાલ નથી. નુસરત 2019માં TMCની ટિકિટ પર બશીરહાટ લોકસભાની બેઠક પરથી ચૂંટણી જીતી હતી.

સરત જહાંએ યશ દાસગુપ્તાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેણે સો.મીડિયામાં આ તસવીરો શૅર કરી હતી, જેમાંથી એક તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરમાં યશ દાસગુપ્તાની બર્થડે કેક જોવા મળે છે.

આ કેક પર હેપ્પી બર્થડે હસબન્ડ તથા ડેડ લખેલું છે. આ તસવીર જોયા બાદ ચાહકો અટકળ કરી રહ્યા છે કે નુસરતે યશ સાથે લગ્ન કરી લીધાં છે. જોકે બંનેમાંથી કોઈએ લગ્ન અંગે કોઈ વાત કરી નથી.

નુસરત જહાંએ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં 26 ઓગસ્ટે દીકરાને જન્મ આપ્યો હતો. નુસરત હોસ્પિટલમાં રજા લઈને ઘરે ગઈ ત્યારે તેની સાથે યશ દાસગુપ્તા હતો.

Read About Weather here

આટલું જ નહીં, યશના ખોળામાં ઈશાન જોવા મળ્યો હતો. આ સમયે તેની સાથે યશ દાસગુપ્તા હતો. નુસરતે દીકરાનું નામ ઈશાન રાખ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here